News Continuous Bureau | Mumbai
દાદર ( dadar ) વિસ્તાર મુંબઈનો મધ્ય ભાગ હોવાથી આ વિસ્તારમાં ભારે ટ્રાફિક રહે છે. દાદર સેનાભવન ( shiv sena bhavan ) વિસ્તારમાં ભીડના સમયે એક વેગનઆર કારમાં આગ ફાટી ( Car fire ) નીકળી હતી, જેના કારણે આ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને હાલમાં આખો રસ્તો ટ્રાફિક માટે બંધ કરી દેવામાં આવ્યો હતો.
#Mumbai: #દાદરમાં સેનાએ ભવનની પાસે #કારમાં ફાટી નીકળી #આગ, કાર બળીને ખાક.. જુઓ #વિડીયો #Mumbai #dadar #senabhavan #car #fire #viralvideo #newscontinous pic.twitter.com/yZa955luVh
— news continuous (@NewsContinuous) February 1, 2023
સેનાભવન વિસ્તારમાં વેગનઆર કારમાં આગ લાગી હતી.
શિવસેના ભવન પાસે વેગનઆર કારમાં બપોરે 3.30 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ અને ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. આ ઘટનામાં કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. ફાયરના જવાનોને આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી છે અને આ ઘટનામાં કોઈ જાનહાની થઇ હોવાના અહેવાલ આવ્યા નથી.
આ સમાચાર પણ વાંચો : બજેટમાં ગરીબોને મોટી રાહત, હવે એક વર્ષ સુધી ફ્રી રાશન ચાલુ રહેશે.
કારમાં આગ લાગ્યા બાદ આખો રસ્તો વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો, જેના કારણે આ વિસ્તારમાં ભારે ટ્રાફિક જામ થઇ ગયો છે અને વાહનોની લાંબી કતારો લાગી ગઈ છે. માહિમ અને પ્લાઝા તરફ જતા બંને રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે. ટ્રાફિક પોલીસનું કહેવું છે કે ટ્રાફિક ધીમે ધીમે સામાન્ય થઈ જશે.
Join Our WhatsApp Community