News Continuous Bureau | Mumbai
મહાનગર ગેસ લિમિટેડ (MGL) એ મહારાષ્ટ્રના લોકોને મોટી રાહત આપતા કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG)ના ભાવમાં ઘટાડો કર્યો છે. મહાનગર ગેસ લિમિટેડ (MGL) દ્વારા CNGના ભાવમાં થયેલા ઘટાડાથી મુંબઈ અને તેની આસપાસ રહેતા લાખો લોકોને રાહત મળી છે. મુંબઈમાં સીએનજીના ભાવમાં પ્રતિ કિલો અઢી રૃપિયાનો ઘટાડો કર્યો છે. આ ઘટાડો 31 જાન્યુઆરીની મધરાતથી અમલમાં આવી ગયો છે.
મહાનગર ગેસ લિમિટેડ દ્વારા પ્રાપ્ત જાણકારી અનુસાર તમામ ટેક્સને ઉમેરીને સીએનજીના ભાવમાં કરેલા સુધારા મુજબ સીએનજીનો ભાવ પ્રતિકિલો 87 રૂપિયા થઈ ગયો છે. પહેલા આ કિંમત 89.5 રૂપિયા પ્રતિ કિલો હતી. આમ મુંબઈમાં CNGના ભાવ હવે પેટ્રોલના ભાવ કરતાં 44 ટકા ઓછા છે.
આ સમાચાર પણ વાંચો : ઝારખંડના ધનબાદમાં એપોર્ટમેન્ટમાં ભીષણ આગ લાગી, ત્રણ બાળકો સહિત 14 લોકોના નિપજ્યા મોત
ગત વર્ષમાં સીએનજીના ભાવમાં સાત વખત વધારો થયો હતો. આઠ ફેબ્રુઆરી 2022થી ચાર નવેમ્બર 2022 સુધીમાં મુંબઈમાં સીએનજીના ભાવ 49.20 રૂપિયા પ્રતિ કિલોથી વધીને 89.50 રૂપિયા પ્રતિકિલો થઇ ગયો હતો.
Join Our WhatsApp Community