ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો,
મુંબઈ,29 ડિસેમ્બર 2021.
બુધવાર.
મુંબઈ શહેરમાં કોરોના વાયરસના કેસમાં જબ્બર ઉછાળો આવ્યો છે.
શહેરમાં છેલ્લા 24 કલાકમાં 1,377 કોરોના ના નવા કેસ નોંધાયા છે અને એક દર્દીનું મોત નીપજ્યું છે
આથી શહેરમાં કુલ મૃત્યુ આંક 16,374 થયો છે. નવા કેસની સરખામણીએ 338 દર્દી રિકવર થયા છે.
આ સાથે મુંબઈમાં નોંધાયેલા કોવિડના કુલ 7,73,298 કેસમાંથી 7,48,537 રિકવર થયા છે.
શહેરમાં ઍક્ટિવ કેસનો આંકડો વધીને ૫,૮૦૩ થયો છે. જોકે રિકવરી રેટ 97 પર યથાવત છે.
21 ડિસેમ્બરે મુંબઈમાં 327 કેસ નોંધાયા હતા. એની સામે ગઈ કાલે 1,377 કેસ સામે આવતા માત્ર સાત દિવસની અંદર 4.21 ગણા કેસ વધ્યા હોવાનું જણાઈ આવ્યું છે.
આમ મુંબઈ મહાનગરપાલિકા વહીવટીતંત્ર (બીએમસી)માં ચિંતા પ્રસરી ગઈ છે.
Join Our WhatsApp Community