News Continuous Bureau | Mumbai
મુંબઈગરા માટે મુંબઈ લોકલ લાઈફ લાઈન માનવામાં આવે છે. મુંબઈ લોકોમાં દૈનિક લાખો લોકો પ્રવાસ કરતા હોય છે. એટલું જ નહીં મુંબઈ લોકલ લાઈનને વિશ્વની સૌથી વ્યસ્ત લાઈનમાંથી એક માનવામાં આવે છે. અહીં દર બે મિનિટ પર એક લોકર આવે છે. આવી સ્થિતિમાં મુસાફરોની સુવિધા માટે માર્ચ પહેલા પશ્ચિમ રેલવેના ઉપનગરીય રૂટ પર મુસાફરો માટે અન્ય એરકન્ડિશન્ડ લોકલ શરૂ કરવામાં આવશે. આ રીતે પશ્ચિમ રેલવેના ( Western Railway ) કાફલામાં વાતાનુકૂલિત લોકલ ટ્રેનોની ( Eighth air-conditioned local ) સંખ્યા આઠ થઈ જશે. પશ્ચિમ રેલવેના અધિકારીઓએ જણાવ્યું કે આ લોકલની ટ્રાયલ હાલમાં ચાલી રહી છે.
ડિસેમ્બર 2017માં પશ્ચિમ રેલ્વે પર પ્રથમ એર-કન્ડિશન્ડ લોકલ દોડી હતી. શરૂઆતમાં આ લોકલને મુસાફરોનો ઓછો પ્રતિસાદ મળ્યો હતો. જોકે, ટિકિટના ભાવમાં ઘટાડો થતાં જ મુસાફરોનો પ્રતિસાદ વધવા લાગ્યો છે. હાલમાં પશ્ચિમ રેલવેમાં દરરોજ એસી લોકલની 79 ફેરી થાય છે. હાલ પશ્ચિમ રેલવેમાં 7 એસી લોકલ છે. ઉપકરણો નીચે હોય એવી એસી લોકલ તાજેતરમાં મધ્ય રેલવેના કાફલામાં દાખલ થઈ છે. છેલ્લા ઘણા મહિનાઓથી આ લોકલનું ટેસ્ટિંગ ચાલી રહ્યું હતું. હવે ટૂંક સમયમાં આઠમી એસી લોકલ દાખલ થશે. આ દરમિયાન 6 ડબ્બા એસી અને 6 ડબ્બા નોન-એસી એમ હતા. આ માટે ચેન્નાઈની રેલ્વે ફેક્ટરીમાં બનેલી 12 બોગીની એરકન્ડિશન્ડ લોકલ દોડાવવાનો વિચાર ચાલુ હતો. આ ટ્રેનના છ વાતાનુકૂલિત કોચને હટાવીને તેની જગ્યાએ છ બિન-વાતાનુકૂલિત કોચ લગાવવામાં આવ્યા અને આ ટ્રેનને પશ્ચિમ રેલવે પર ટ્રાયલ કરવામાં આવી. પરંતુ આ પ્રયોગ નિષ્ફળ રહ્યો અને સંપૂર્ણ એસી લોકલ ચલાવવા પર મહોર લાગી.
આ સમાચાર પણ વાંચો : માથેરાન કરતાં પણ વધુ ઠંડી મુંબઈમાં, શહેરમાં ટાઢનું લખલખું ફરી વળ્યું, આટલું તાપમાન નીચે ગયું..
પરીક્ષણ કરવામાં આવેલી આ જ લોકલ પશ્ચિમ રેલવેમાં સંપૂર્ણ એસી લોકલ તરીકે દાખલ થશે. આ ટ્રેનને જોડવામાં આવેલા નોન-એસી ડબ્બા કાઢીને ફરીથી એસી ડબ્બા જોડવામાં આવ્યા છે. પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જણાવ્યું હતું કે આ લોકલનું રિસર્ચ ડિઝાઇન સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઈઝેશન (RDSO) દ્વારા પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને તે માર્ચ પહેલા સેવામાં આવશે.
Join Our WhatsApp Community