News Continuous Bureau | Mumbai
ધારાસભ્ય ભાતખળકરે ઉપનગરીય વિસ્તારની ( Kandivali’s shatabdi hospital )આ અતિમહત્વની હોસ્પિટલમાં વધારાનો ( facelift ) સર્જરી વિભાગ શરૂ કરવામાં આવે, ભરતી કરવામાં આવે, દવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે સહિતની વિવિધ માંગણીઓ કરી હતી. સુવિધાના અભાવે સામાન્ય દર્દીને કેઈએમ, સાયન હોસ્પિટલમાં જવું પડે છે એવી રાવ મૂકી હતી. વિધાનસભ્ય ભાતખાલકરે સરકાર સમક્ષ એવી પણ માગણી કરી હતી કે વહેલામાં વહેલી તકે સમયબદ્ધ નીતિ નક્કી કરવા માટે એક બેઠક યોજવી જોઈએ.
આ પ્રશ્નનો જવાબ આપતાં મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે, ધારાસભ્ય ભાતખલકરે ઉઠાવેલ હોસ્પિટલનો મુદ્દો ખૂબ જ મહત્વપૂર્ણ છે. અમે આ હોસ્પિટલમાં જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા કાર્યવાહી કરીશું. મુંબઈગરાઓનું સ્વાસ્થ્ય કેવી રીતે સારું રહેશે તે જોવાની જવાબદારી સરકારની છે. અગાઉની સરકારે તેની અવગણના કરી હોવાથી આ સ્થિતિ સર્જાઈ છે. મુખ્યમંત્રી શિંદેએ આશ્વાસન આપ્યું હતું કે તેઓ ટૂંક સમયમાં ધારાસભ્યો અને સંબંધિત અધિકારીઓ સાથે બેઠક કરશે અને હોસ્પિટલની સમસ્યાના નિરાકરણ માટે જે પણ કરવું પડશે તે કરશે.
આ સમાચાર પણ વાંચો: ‘દેશના હિતમાં સ્થગિત કરી દો ભારત જોડો યાત્રા’: કેન્દ્રીય મંત્રીએ રાહુલ ગાંધીને લખ્યો પત્ર