News Continuous Bureau | Mumbai
હાલ જોશીમઠને ( joshimath ) લઈને સમગ્ર દેશમાં ભારે હોબાળો ચાલી રહ્યો છે. ત્યાંની જમીન સતત ધસી રહી છે, જેના કારણે ત્યાંના ઘરોમાં તિરાડો દેખાઈ રહી છે. આ તિરાડો એટલી ( accident ) ખતરનાક છે કે હવે લોકોને ઘર છોડવાની ફરજ પડી છે. તેવી જ રીતે પાલઘરના ( vasai ) વસઈ તાલુકાના એક ગામમાં 25 ઘરોમાં તિરાડો પડી ગઈ છે, જેના કારણે ગ્રામજનોમાં ગભરાટ ફેલાયો છે. ગ્રામજનોએ નિવાસી નાયબ કલેક્ટર કિરણ મહાજનને આવેદનપત્ર આપી દોષિતો સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે. ગ્રામજનોએ સરકાર પાસે માંગણી કરી છે કે કાં તો અમને ભયમુક્ત જીવવા દો અથવા મરવા દો.
પ્રાપ્ત માહિતી અનુસાર, ખરાડીના સરોંદેપાડા, શેલડોંગરી ગામમાં રહેતા લોકોના 25 ઘરોમાં ખતરનાક તિરાડો પડી ગઈ છે, જેના કારણે આ ગામોના લોકો ભયના છાયામાં જીવી રહ્યા છે. એવો આરોપ છે કે મુંબઈ-બરોડા એક્સપ્રેસ વે માટે પહાડોમાં બ્લાસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. જેના કારણે આસપાસના વિસ્તારમાં આવેલા મકાનોમાં તિરાડો પડી ગઈ છે.
આ સમાચાર પણ વાંચો: પીએમ મોદીની મુંબઈ મુલાકાત પહેલા શરૂ થયું પોસ્ટર વોર, ઠાકરે જૂથના ગઢ ગણાતા આ વિસ્તારમાં લાગ્યા બાળાસાહેબ ઠાકરે-મોદીના પોસ્ટર.. જુઓ ફોટોસ
ગ્રામજનોનો આરોપ
ગ્રામજનોનો આરોપ છે કે તેઓ સતત ઘરોમાં તિરાડો અંગે અધિકારીઓને ફરિયાદ કરી રહ્યા છે. પરંતુ અધિકારીઓ કુંભકર્ણ નિંદ્રામાં લિન.છે, જેના કારણે ગુનેગારો સામે કોઈ કાર્યવાહી નથી થઈ રહી અને સેંકડો લોકોના જીવ જોખમમાં મુકાયા છે. ગ્રામજનો જણાવે છે કે એક્સપ્રેસ વેના નિર્માણ માટે ભારે બ્લાસ્ટ થવાથી આસપાસના ગામોમાં રહેતા લોકો માટે મુશ્કેલીનો પહાડ સર્જાયો છે. તેઓ કહે છે કે અમે ગરીબ છીએ. આખી જીંદગીની બચતના નામે અમારી પાસે આ એક જ ઘર છે પરંતુ તે પણ હવે જોખમમાં છે. બેફામ બ્લાસ્ટિંગના કારણે અહીંનું જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. જો બ્લાસ્ટિંગ રોકવામાં નહિ આવે તો તે જીવલેણ સાબિત થઈ શકે છે. આ મામલે સત્તાધીશોને આવેદનપત્ર આપી કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. જો કાર્યવાહી નહીં થાય તો ગ્રામજનો ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે.
જોકે ગ્રામજનોની આંદોલનની ચીમકી બાદ તંત્ર હરકતમાં આવ્યું છે. અને ગ્રામજનોના ઘરોમાં આવતી તિરાડોને તપાસવા માટે એક ટીમ બનાવી છે. રિપોર્ટ આવ્યા બાદ દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો: Eastern Freeway :ટ્રાન્સ હાર્બર લિંકના કામ માટે ઈસ્ટર્ન ફ્રીવે બે મહિના સુધી રાતના સમયે બંધ, જાણો વૈકલ્પિક માર્ગ
Join Our WhatsApp Community