News Continuous Bureau | Mumbai
મુંબઈ મહાનગર પાલિકા હવે હવે શહેરની ગલીઓમાં કચરાને ઉપાડવા માટે અત્યાધુનિક ‘ઈ-ઓટો રિક્ષા‘ ચલાવશે. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ નગરપાલિકાના M/East ગોવંડી–ચેમ્બુર વિભાગમાંથી શરૂ કરવામાં આવશે. શરૂઆતમાં છ ઓટો રિક્ષા ચલાવવામાં આવશે. તેનાથી નાની વસાહતોમાં સ્વચ્છતા જાળવવામાં મદદ મળશે.
નોંધનીય છે કે મુંબઈ મહાનગરપાલિકાએ 2 ઑક્ટોબર, 2017થી સોસાયટીઓ માટે કચરાનું સંચાલન કરવાનું ફરજિયાત બનાવ્યું છે. જેમાં 20 હજાર ચોરસ મીટરથી મોટી હાઉસિંગ સોસાયટીઓ અને 100 કિલોથી વધુ કચરો પેદા કરતી ઇમારતો અને સંસ્થાઓને ભીના કચરાનું વ્યવસ્થાપન ફરજિયાત કરવામાં આવ્યું છે. કચરાના વ્યવસ્થાપનને પ્રોત્સાહિત કરવા માટે, કચરાના વર્ગીકરણ, ભીના કચરાનું ખાતર, સૂકા કચરાનો નિકાલ, કચરાના પાણીનો પુનઃઉપયોગ અથવા વરસાદી પાણીના સંરક્ષણની યોજનાઓ અમલમાં મૂકતી સાયટીઓ-સ્થાપનાઓને કરમાં છૂટ આપવામાં આવી રહી છે. ચાલી અને ઝૂંપડપટ્ટીમાં કચરો ઘટાડવા માટે પેમ્પોસ્ટ ખાતરનો પ્રોજેક્ટ પણ અમલમાં મૂકવામાં આવશે. તેથી મુંબઈમાં દૈનિક કચરાનું પ્રમાણ સાડા સાત હજાર મેટ્રિક ટનથી ઘટીને લગભગ સાડા પાંચ હજાર મેટ્રિક ટન થઈ જશે.
આ પ્રવૃતિ એક વર્ષ માટે કોન્ટ્રાક્ટર દ્વારા અમલમાં મુકવામાં આવશે. જેમાં ઓટોરિક્ષામાં એકઠો થતો કચરો પાલિકાના મોટા વાહનોમાં ભેગો કરીને ડમ્પિંગ ગ્રાઉન્ડમાં પહોંચાડવામાં આવશે. આમાં સૂકો કચરો અને ભીનો કચરો પણ હશે. તદુપરાંત, આ ઇલેક્ટ્રિક રિક્ષાઓ પર્યાવરણને અનુકૂળ હશે. પ્રત્યેક રિક્ષામાં 400 થી 500 કિલો કચરાની ક્ષમતા હશે. હાલમાં, નગરપાલિકાના M/East વિભાગમાં દરરોજ કુલ 310 મેટ્રિક ટન કચરો એકઠો થઈ રહ્યો છે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈ વાસીઓ દેશની પ્રથમ ઇલેક્ટ્રિક એસી ડબલ ડેકર બસના પ્રેમમાં પડ્યા, પહેલા જ દિવસે આટલા હજાર પ્રવાસીઓએ કરી મુસાફરી. જાણો વિગત.
થશે આ ફાયદા
મુંબઈમાં લગભગ 50 થી 60 ટકા લોકો હજુ પણ સ્લમ વિસ્તારોમાં રહે છે. મ્યુનિસિપલ કચરો એકત્ર કરતી ટ્રકો અને નાની ટ્રકો આ ગીચતાવાળા રહેણાંક વિસ્તારોમાં પહોંચી શકતા નથી. આથી ક્યારેક આ કચરો પડેલો હોય તો દુર્ગંધ અને બીમારીનો ભય રહે છે. તેમજ નાના સાંકડા રસ્તા, મોટા વાહનો વસાહતોમાં પાર્કિંગની સમસ્યાના કારણે પહોંચી શકતા નથી. તેથી નવી ઈ-ઓટો રિક્ષાઓ ફાયદાકારક બની રહશે.
Join Our WhatsApp Community