News Continuous Bureau | Mumbai
દીપડો એક ખાનગી કંપનીમાં ઘૂસતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ મામલો મુંબઈની આરે કોલોનીનો છે, જ્યાં રવિવારે ધોળાદિવસે એક દીપડો ફેક્ટરી અંદર ઘૂસી ગયો હતો. ફેક્ટરીની અંદર તેણે ભારે ઉત્પાત મચાવ્યો હતો. બાદમાં તેને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યો હતો.
#મુંબઈની આરે કોલોનીમાં આવેલી #આરે મિલ્ક ફેક્ટરીમાં ઘુસ્યો #દીપડો, મચાવ્યો ઉત્પાત.. જુઓ #વીડિયો#Mumbai #aareymilkfactory #aareycolony #wildlife #leapord #viralvideo pic.twitter.com/Aqi5IMI4ls
— news continuous (@NewsContinuous) February 27, 2023
તમને જણાવી દઈએ કે, આરે જંગલ મુંબઈ શહેરની અંદર આવેલ એક હરિયાળી ધરતી છે. જ્યાં લગભગ 5 લાખ વૃક્ષો છે, અને પ્રાણીઓ અને પક્ષીઓની ઘણી પ્રજાતિઓ અહીં જોવા મળે છે. આટલી હરિયાળીને કારણે તેને ‘ગ્રીન લંગ ઑફ મુંબઈ’ કહેવામાં આવે છે.
આ સમાચાર પણ વાંચો : જંગલમાં ફરી રહ્યા હતા ટૂરિસ્ટ્સ, પાછળ પડી ગયો ગેંડો, લગાવી એવી દોડ કે થઇ ગયો અકસ્માત.. જુઓ વિડીયો
Join Our WhatsApp Community