News Continuous Bureau | Mumbai
મુંબઈના ટ્રાફિક અને ત્યાંની લોકલ ટ્રેન ( local train ) વિશે તો આપણે બધા જાણીએ જ છીએ. મુંબઇમાં લગભગ લોકો લોકલ ટ્રેનથી અવર-જવર કરવાનું પસંદ કરે છે. દરમિયાન મુંબઈની લોકલ ટ્રેનમાં દુર્વ્યવહારનો ( misbehaving ) મામલો પ્રકાશમાં આવ્યો છે. એક વ્યક્તિ ( Man )મુંબઈ લોકલ ટ્રેનમાં મુસાફરી ( passengers ) કરી રહી હતી, ત્યારે તેની બે અન્ય બે મુસાફરો સાથે બોલચાલ થઈ હતી. જેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
@MumbaiPolice @Central_Railway @CPMumbaiPolice these people supposed to be lawyers and sitting in the train like this pic.twitter.com/W3dYwtGnSr
— prashantwaydande (@prashantwaydan3) February 1, 2023
આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક મહિલા તેની સામેની સીટ પર પગ લાંબા કરીને આરામ ફરમાવી રહી છે. સાથી મુસાફરે જ્યારે તેના પર વાંધો ઉઠાવ્યો અને મહિલાને તેના પગ નીચે રાખવા કહ્યું, ત્યારે તેમની વચ્ચે દલીલબાજી શરૂ થઈ જાય છે. અંતે મહિલા મુસાફર દલીલ શરૂ કરે છે અને તેને કહે છે કે તે વીડિયો રેકૉર્ડ કરી શકે નહીં. ત્યાર બાદ તે દાવો કરે છે કે તે બંને વકીલ છે.
આ સમાચાર પણ વાંચો: કેમ દરેક ફિલ્મ પહેલા શાહરુખ ખાન ચાહકોને મળવા મન્નત ની બાલ્કનીમાં જાય છે? ખાસ કારણ આવ્યું સામે
Join Our WhatsApp Community