News Continuous Bureau | Mumbai
આજકાલ હુક્કા અને ઈ-સિગારેટનું વ્યસન સગીર બાળકો તેમજ યુવાનોમાં ઘણું વધી રહ્યું છે. શાળા-કોલેજના વિદ્યાર્થીઓ પણ તેના વ્યસનનો શિકાર બની રહ્યા છે. દરમિયાન મુંબઈ શહેરની શાળાઓ, કોલેજો અને ઉપનગરોમાં ઈ-સિગારેટ, હુક્કા તમાકુનું વેચાણ કરતા પાન વિક્રેતાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.
પ્રખ્યાત પાન વિક્રેતાની ધરપકડ
મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ આ કાર્યવાહી દરમિયાન મૂછના કારણે ગિનીસ બુકમાં નામ નોંધાવનાર, મુંબઈના પ્રખ્યાત મુછડ પાનવાળા ની પણ ધરપકડ કરવામાં આવી છે. મુછડ પાનવાળા ના માલિક શિવકુમાર તિવારીની સાથે 12 પાન વિક્રેતાઓની ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી ઈ-સિગારેટ, હુક્કા ફ્લેવરનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. મુંબઈ પોલીસની એન્ટી નાર્કોટિક્સ સ્ક્વોડ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. પકડાયેલા પાન વિક્રેતાઓને સંબંધિત પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.
ઈ-સિગારેટ અને હુક્કાના ફ્લેવરનો મોટો જથ્થો જપ્ત કર્યો.
મુછડ પાન સેન્ટરના માલિક શિવકુમાર તિવારીની ધરપકડ કરીને પૂછપરછ કરવામાં આવી હતી. આ દરમિયાન તેણે ક્રોફર્ડ માર્કેટમાં એક ગોડાઉન અંગે પોલીસને જાણ કરી હતી. પોલીસે ત્યાં દરોડો પાડીને ઈ-સિગારેટ અને હુક્કાના ફ્લેવરનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો.
આ સમાચાર પણ વાંચો : આ વર્ષની શિવ જયંતિ હશે ખાસ! આગ્રાના આ કિલ્લામાં ઉજવાશે છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ.. પુરાતત્વ વિભાગે આપી મંજૂરી
આટલા લોકોની થઇ ધરપકડ
મહત્વનું છે કે મુંબઈ પોલીસે શહેરમાં પાનવાળાઓ સામે ઑલઆઉટ ઑપરેશન શરૂ કર્યું હતું અને 14મીથી 15મી વચ્ચે કુલ 4 કેસ નોંધ્યા હતા. જેમાં 16 લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા, 10ની ધરપકડ કરવામાં આવી હતી અને 6 ફરાર છે. તેમની પાસેથી 13 લાખ 65 હજાર 200 રૂપિયાની કિંમતની 947 ઇ સિગારેટ, 699 હુક્કાના પેકેટ અને 15 લાખ 80 હજાર કોકેઈન અને એમડી ડ્રગ્સ પણ મળી આવ્યા છે.
Join Our WhatsApp Community