News Continuous Bureau | Mumbai
Mumbai: બાંદ્રા (Bandra) ના ભારત નગર (Bharat Nagar) માં બિલાલ અહેમદ (Bilal Ahmed) ના ઘરમાં ખળભળાટ મચી ગયો હતો, લોકો તેમને અભિનંદન આપવા માટે આવ્યા હતા. 24 વર્ષીય દૂધવાળાએ એક જબરદસ્ત પરાક્રમ કરીને પોતાનું સપનું પૂરું કર્યું હતું. તેણે તેના પ્રથમ પ્રયાસમાં જ CA પરીક્ષાના તમામ સ્તરો પાસ કર્યા હતા , જે બહુ ઓછા ઉમેદવારો હાંસલ કરે છે.
પોતાના પિતા શૌકત અલીને ટેકો આપવા માટે દિવસમાં છ-સાત કલાક કામ કરતા અહેમદ માટે આર્થિક મુશ્કેલીઓ ઉપરાંત સમયનું સંચાલન સૌથી મોટો પડકાર હતો. તેમ છતાં, તે ફોક્સડ હતો, અને હવે, તેનું આગામી લક્ષ્ય બિગ ફોર છે – વિશ્વની ટોચની બહુરાષ્ટ્રીય એકાઉન્ટિંગ કંપનીઓ. તે ડેલોઇટ, અર્ન્સ્ટ એન્ડ યંગ (EY), પ્રાઇસવોટરહાઉસકુપર્સ (PwC), અને Klynveld Peat Marwick Goerdeler (KPMG) ખાતે CA આર્ટિકલશિપ (ઇન્ટર્નશિપ) માટે અરજી કરશે.
સમય વ્યવસ્થાપન
“મારો દિવસ બહુ વહેલો શરૂ થાય છે, કારણ કે મારે બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (Bandra Kurla Complex) માં આવેલી ડાયમંડ માર્કેટ (Diamond Market) ની હોટલ અને કાફેમાં દૂધ પહોંચાડવા માટે સવારે 6 વાગ્યા સુધીમાં નીકળવાનું રહેતુ. મારે દિવસમાં બે વાર ડિલિવરી કરવી પડે છે, એકવાર સવારે અને ફરી સાંજે. પરીક્ષાની તૈયારીઓ માટે, મેં બપોરે અને રાત્રે બંને સમયે થોડો સમય કાઢ્યો અને અભ્યાસના સાતથી આઠ કલાકનો સમય ફાળવ્યો,” અહેમદે કહ્યું.
અહેમદ અને તેનો પરિવાર રાજસ્થાનના મારવાડ પ્રદેશના નાગૌર શહેરના વતની છે. તેમના પિતા હજુ પણ કામ માટે નાગૌર અને મુંબઈ વચ્ચે મુસાફરી કરે છે, પરંતુ અહેમદ 2020 માં નાગૌરની બીઆર મિર્ધા કોલેજમાંથી સ્નાતક થયો ત્યારથી મુંબઈમાં જ રહે છે. “બિલાલને ફાઇનાન્સ ક્ષેત્ર ગમે છે, અને બીકોમ પૂર્ણ કર્યા પછી, સીએની પરીક્ષા આપવાનું નક્કી કર્યું. તે એક અઘરો રસ્તો હતો, કારણ કે મેં સાંભળ્યું હતું કે જે ઉમેદવારોએ તેને ક્લીયર કર્યું છે. તેઓ સતત 12-13 કલાકથી વધુ સમય સુધી અભ્યાસ કરે છે. મને આનંદ છે કે હું મારા પ્રથમ પ્રયાસમાં તેને પાસ કરી શક્યો,” અહેમદે ઉમેર્યું.
આ સમાચાર પણ વાંચો: Dark Circles : શું ડાર્ક સર્કલ તમારા ચહેરાની સુંદરતા બગાડી રહ્યું છે? તો અપનાવો આ ઘરેલું ઉપચાર..
યુવકના પિતરાઈ ભાઈ અને તેના સમર્થક મોહમ્મદ નાગોરીએ કહ્યું, “મારા કાકાને તેના પર ખૂબ ગર્વ છે. તેણે હંમેશા તેના પુત્રને ટેકો આપ્યો હતો. ઇન્ટર્નશિપ મેળવ્યા પછી, તે તેના માતા-પિતાના હજ પર જવાના સપનાને પૂરા કરવા અને તેમને મુંબઈમાં યોગ્ય ઘર ખરીદવા ઈચ્છે છે.
તેના માતાપિતા માટે સપના
“મારા માતા-પિતા હજ પર જવા ઈચ્છે છે, જોકે તેઓ મને આ કહેતા નથી. મને નોકરી મળ્યા પછી, હું સૌથી પહેલા પૈસા બચાવવા માંગુ છું. જેથી હું તેમને હજ પર મોકલી શકું. હું એક સરસ ઘર પણ ખરીદવા માંગુ છું. જ્યાં મારી માતા અમારી સાથે રહી શકે. હાલમાં, હું અને મારા પિતા ભારત નગરમાં 10×10 રૂમમાં સૂઈએ છીએ, રાંધીએ છીએ અને સાફ કરીએ છીએ. તેથી, મારી માતા નાગૌરમાં રહે છે, જ્યારે મારા પિતા અને હું અહીં છીએ. મારે આ શહેરમાં મારું પોતાનું ઘર જોઈએ છે, જ્યાં મારા માતા-પિતા આરામદાયક જીવન વ્યતિત કરી શકે,” બિલાલે કહ્યું.
બિલાલે કહ્યું કે તેને દૂધની ડિલિવરીનો ધંધો એકલો જ ચલાવવો પડે છે. કારણ કે તેના પિતા વારંવાર નાગૌર જતા હોય છે. “અમારા મોટાભાગના ગ્રાહકો હોટલ અને કાફે જેવા વ્યવસાયો ધરાવતા હોવાથી, અમે એક દિવસ માટે પણ ડિલિવરીમાં વિલંબ અથવા ચૂકી જઈ શકીએ તેમ નથી. જો અમને કોઈ વ્યવસાય નહીં મળે, તો અમે બધું ગુમાવી દઈશું.
બિલાલે 2021 માં તેની CA ની તૈયારીઓ શરૂ કરી અને નવેમ્બર 2022 માં તેની ગ્રુપ 1 ની પરીક્ષા અને મે 2023 માં ગ્રુપ 2 ની પરીક્ષા આપી. ઈન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઈન્ડિયાએ (Institute of Chartered Accountants of India) 5 જુલાઈના રોજ CA ઇન્ટર અને ફાઈનલ પરીક્ષાના પરિણામો જાહેર કર્યા હતા. જેમાં બિલાલ પાસ થયો હતો.
આ સમાચાર પણ વાંચો: Today’s Horoscope : આજે 11 જુલાઈ 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.