વિશ્વમાં સૌથી વધુ અબજોપતિ ચીન અને અમેરિકામાં રહે છે જ્યારે કે ભારત 3જા ક્રમે આવે છે. ભારતમા 187 અબજોપતિ છે. જેમાં મુંબઈમાં સૌથી વધુ 66, ત્યાર પછી દિલ્હીમાં 39 અને બેંગલુરુમાં 21 અબજોપતિ રહે છે. વિશ્વના સૌથી વધુ અબજોપતિનાં રહેઠાણ ધરાવતાં 25 શહેરોમાંથી 3 ભારતનાં છે.
મુંબઈમાં વસવાટ કરનારા અબજોપતિમાં મ્વિશ્વના ટોચના ૧૦ અબજોપતિની યાદીમાં સામેલ થનાર એકમાત્ર ભારતીય મુકેશ અંબાણીનો સમાવેશ થાય છે. દિલ્હીમાં દેશના ટોપ ટેન અબજોપતિમાંથી એકમાત્ર શિવ નાદર અને તેમનો પરિવાર રહે છે. જ્યારે કે દેશના સૌથીે સમૃદ્ધ અનેક પરિવારો ટિઅર ટુ અને થ્રી શહેરોમાં રહેવાનું પસંદ કરે છે. ભારતના બીજા નંબરના સૌથી ધનિક ઉદ્યોગપતિ ગૌતમ અદાણી ગુજરાતના અમદાવાદમાં રહે છે જ્યારે સીરમ ઈન્સ્ટિટયુટ ઓફ ઈન્ડિયાના સ્થાપક અને દેશના ત્રીજા ક્રમના સૌથી ધનિક વ્યક્તિ સાયરસ પૂનાવાલાનું મુખ્ય રહેઠાણ પુણેમાં છે.
આ સમાચાર પણ વાંચો : હવે નવુ શું થશે? એક ટ્વીટએ પારો વધાર્યો… અદાણી કે નવો શિકાર, હિંડનબર્ગે બજારમાં હલચલ વધારી!
Join Our WhatsApp Community