News Continuous Bureau | Mumbai
દહિસરમાં શાળાના બાળકોને કથિત રીતે ગાંજો વેચવા બદલ એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીની દહિસર સ્થિત શાળાની બહારથી ધરપકડ કરવામાં આવી હતી, જ્યાં તે 10મા ધોરણના કેટલાક વિદ્યાર્થીઓને ગાંજો વેચવા માટે રાહ જોઈ રહ્યો હતો. પોલીસને તેની પાસેથી ₹2,500 ની કિંમતનો ગાંજો મળી આવ્યો હતો.
MHB કોલોની પોલીસ સ્ટેશનના વરિષ્ઠ પોલીસ નિરીક્ષક સુધીર કુડાલકરના જણાવ્યા અનુસાર, 17 ફેબ્રુઆરીએ તેમને બાતમી મળી હતી કે એક વ્યક્તિ બોરીવલી અને દહિસરમાં સ્કૂલના બાળકોને ડ્રગ્સ વેચી રહ્યો છે.
તેમણે ઉમેર્યું કે અમે ત્રણ દિવસ સુધી કરિયાણાની દુકાન, નજીકના બસ સ્ટોપ તેમજ આસપાસની ઘણી શાળાઓની બહાર છટકું ગોઠવ્યું હતું, પરંતુ અમે આરોપીને પકડી શક્યા ન હતા. સોમવારે, બપોરના 3 વાગ્યાની આસપાસ જ્યારે દહિસર સ્થિત એક શાળા છૂટી ત્યારે ઘણા વિદ્યાર્થીઓ શાળાના પરિસરમાંથી બહાર આવી રહ્યા હતા, તે વખતે બહાર રાહ જોઈ રહેલી પોલીસ ટીમે 10માં ધોરણના કેટલાક વિદ્યાર્થીઓ સાથે વાત કરવાનો પ્રયાસ કરતા એક વ્યક્તિને જોયો હતો. તે વ્યક્તિ શંકાસ્પદ જણાતા અમે તેને અટકાવ્યો. કારણ કે તે શાળાના કોઈપણ બાળકોના માતાપિતા જેવો દેખાતો ન હતો. જ્યારે પોલીસે તેને પકડ્યો ત્યારે તેના ખિસ્સામાંથી 210 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો.
કુડાલકરે જણાવ્યું કે, આરોપી પર શહેરના અનેક વિસ્તારમાં સ્કૂલના બાળકોને ડ્રગ્સનું વિતરણ કરવા સહિત અનેક આરોપોમાં કેસ દાખલ કરવામાં આવ્યા હતા. ગાંજો વેચવા માટે તે વિદ્યાર્થીઓનો સંપર્ક કરતો હતો અને તેમને ગેરકાયદેસર પદાર્થના નમૂના મફતમાં ઓફર કરતો હતો. જ્યારે બાળકો વ્યસની થઈ જાય, ત્યારે તે કિંમત માંગતો અને બાદમાં તેની કિંમતમાં વધારી કરી દેતો તથા વિદ્યાર્થીને અન્ય ગ્રાહકો લાવવાનું પણ કહેતો.
આ સમાચાર પણ વાંચો : મુંબઈ વાસીઓ દેશની પ્રથમ ઇલેક્ટ્રિક એસી ડબલ ડેકર બસના પ્રેમમાં પડ્યા, પહેલા જ દિવસે આટલા હજાર પ્રવાસીઓએ કરી મુસાફરી. જાણો વિગત.
પોલીસ અધિકારીઓ હવે તપાસ કરી રહ્યા છે કે ગેંગના અન્ય સભ્યો પણ સ્કૂલના બાળકોને ડ્રગ્સ વેચે છે કે કેમ. આરોપી જ્યાંથી ગેરકાયદે ગાંજો મેળવ્યો હતો તે જગ્યા પણ શોધી રહ્યા છે. પોલીસ આવી પ્રવૃત્તિઓને રોકવાના પ્રયાસરૂપે દરેક શાળામાં ડ્રગ્સના ઉપયોગની નકારાત્મક અસરો અંગે ડ્રગ જાગૃતિ અભિયાન હાથ ધરશે. પોલીસ વિદ્યાર્થીઓને સલાહ આપે છે કે જો તેઓ કોઈ વ્યક્તિ તેમને ગાંજો અથવા અન્ય સામગ્રી વેચવાનો પ્રયાસ કરતા જુએ તો તેમનો સંપર્ક કરે.
Join Our WhatsApp Community