News Continuous Bureau | Mumbai
મુંબઈ લોકલ ( Mumbai Local ) મુંબઈવાસીઓની લાઈફ લાઈન ગણાય છે. પરંતુ રવિવારના દિવસે કેટલાક મેઇન્ટેનન્સ ના કામ માટે પેસેન્જર સર્વિસમાંથી થોડો સમય માટે બ્રેક લે છે. જો કે, આ રવિવારે એટલે કે રવિવાર 22 જાન્યુઆરીએ, મુંબઈ લોકલની મધ્ય રેલવેની મુખ્ય લાઈન પર કોઈ મેગા બ્લોક નહીં હોય. માત્ર હાર્બર અને ટ્રાન્સહાર્બર રૂટ પર મેગા બ્લોક રહેશે. તેથી, જો તમે આ સપ્તાહના અંતમાં બહાર જવાનું વિચારી રહ્યા છો, તો ટ્રેનનું સમયપત્રક જોઈને જ બહાર નીકળ જો.
હાર્બર અને ટ્રાન્સહાર્બર રૂટ પર રવિવારે મેગા બ્લોક
થાણે-વાશી/નેરુલ ટ્રાન્સહાર્બર રૂટ પર સવારે 11.10 થી સાંજે 4.10 વાગ્યા સુધી મેગાબ્લોક રહેશે.
આ સમયગાળા દરમિયાન વાશી/નેરુલ/પનવેલ માટે સવારે 10.35 થી સાંજે 4.07 વાગ્યા સુધી થાણેથી ઉપડતી ટ્રેનો અને સવારે 10.25 થી સાંજે 4.09 વાગ્યા સુધી વાશી/નેરુલ/પનવેલથી થાણે જતી ટ્રેનો રદ રહેશે.
છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ-ચુનાભટ્ટી/બાંદ્રા હાર્બર રૂટ પર સવારે 11.40 થી 4.40 વાગ્યા સુધી અને ચુનાભટ્ટી/બાંદ્રા-છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અપ હાર્બર રૂટ પર સવારે 11.10 થી સાંજે 4.10 વાગ્યા સુધી મેગાબ્લોક રહેશે.
આ સમાચાર પણ વાંચો: ભારતીય સેનામાં મહિલાઓનો દબદબો! 108 મહિલા અધિકારીઓનું કર્નલ રેન્ક પર પ્રમોશન
હાર્બર રૂટની ટ્રેનો છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ મુંબઈ/વડાલા રોડથી સવારે 11.16 થી સાંજે 4.47 વાગ્યા સુધી વાશી/બેલાપુર/પનવેલ અને બાંદ્રા/ગોરેગાંવ માટે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ મુંબઈથી ઉપડતી ટ્રેનો સવારે 10.48 થી સાંજે 4.43 વાગ્યા સુધી રદ રહેશે.
પનવેલ/બેલાપુર/વાશીથી ઉપડતી હાર્બર લાઇનની ટ્રેનો સવારે 9.53 થી બપોરે 3.20 સુધી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ મુંબઈ/વડાલા રોડ અને ગોરેગાંવ/બાંદ્રાથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ મુંબઈ માટે સવારે 10.45 થી સાંજે 5.13 સુધી ઉપડનારી હાર્બર રૂટ પરની ટ્રેનો રદ રહેશે.
વિશેષ ટ્રેનો
- જો કે, બ્લોક સમયગાળા દરમિયાન પનવેલ અને કુર્લા (પ્લેટફોર્મ નંબર 8) વચ્ચે વિશેષ સેવાઓ ચલાવવામાં આવશે.
- હાર્બર લાઇન પરના મુસાફરોને 22 જાન્યુઆરી 2023ના રોજ સવારે 10.00 વાગ્યાથી સાંજના 6.00 વાગ્યા સુધી મેઇન લાઇન અને પશ્ચિમ રેલવે પર મુસાફરી કરવાની છૂટ છે.
- આ જાળવણી મેગાબ્લોક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જાળવણી અને સુરક્ષા માટે જરૂરી છે. રેલવે પ્રશાસને મુસાફરોને પડેલી અસુવિધા બદલ માફી માંગી છે.