News Continuous Bureau | Mumbai
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુંબઈ મુલાકાત પહેલા પોલીસે એલર્ટ જાહેર કર્યું છે. પોલીસે 10 ફેબ્રુઆરીના રોજ મરોલ, અંધેરી, કોલાબા, સીએસટી, આઈએનએસ શિકારા સહિત સહર એરપોર્ટ પોલીસ સ્ટેશન, કોલાબા પોલીસ સ્ટેશન, MIDC પોલીસ સ્ટેશન વિસ્તારમાં સમગ્ર દિવસ માટે ડ્રોન, પતંગ, નાના વિમાન અને બલૂન પર પ્રતિબંધ મૂક્યો છે. મુંબઈ પોલીસે 144 હેઠળ એલર્ટ જાહેર કર્યું છે.
કોઈપણ આતંકવાદી અથવા અસામાજિક તત્વના ડ્રોન કે અન્ય નાના વિમાનો દ્વારા હુમલાની શક્યતાને કારણે મુંબઈ પોલીસે આ પ્રતિબંધ લગાવ્યો છે. જણાવી દઈએ કે PM મોદી 10 ફેબ્રુઆરીએ CST ખાતે 2 વંદે ભારત ટ્રેનનું ઉદ્ઘાટન કરશે.
વંદે ભારત ક્યાંથી ચાલશે?
મુંબઈથી ટૂંક સમયમાં 2 નવી વંદે ભારત ટ્રેન શરૂ થશે. એક વંદે ભારત ટ્રેન મુંબઈ-સોલાપુર રૂટ પર અને બીજી મુંબઈ-શિરડી રૂટ પર દોડશે. 10 ફેબ્રુઆરીએ પીએમ મોદી છત્રપતિ શિવાજી ટર્મિનસથી બંને વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી બતાવી રવાના કરશે. આ બંને ટ્રેનો ચેન્નઈની ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરીમાં બનાવવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો : તૈયાર છે અત્યાધુનિક વાઈબ્રન્ટ ગુજરાત એસી ટ્રેન, 8 દિવસની મુસાફરીમાં પ્રથમ સ્ટોપેજ સ્ટેચ્યુ ઓફ યુનિટી, ખર્ચ કરવી પડશે આટલી ટિકિટ
કયા રૂટ પર ચાલી રહી છે વંદે ભારત
વંદે ભારત ટ્રેન 8 રૂટ પર ચલાવવામાં આવી રહી છે. જેમાં નવી દિલ્હી-વૈષ્ણો દેવી, નવી દિલ્હી-વારાણસી, દિલ્હી-અંબ અંદૌરા, ગાંધીનગર-મુંબઈ, નાગપુર-બિલાસપુર, ચેન્નાઈ-મૈસુર, હાવડા-ન્યૂ જલપાઈગુડી અને વિશાખાપટ્ટનમ-સિકંદરાબાદ રૂટનો સમાવેશ થાય છે.
Join Our WhatsApp Community