મુંબઈ પોલીસને આજે એક મોટી સફળતા મળી છે. મુંબઈ પોલીસના એક્સટોર્શન સેલે અંધેરી વિસ્તારમાં મોટી કાર્યવાહી કરતા કેટામાઈન નામનું ડ્રગ્સ જપ્ત કર્યું છે. મુંબઈ પોલીસના ખંડણી વિરોધી સેલે વ્યાપારી એકમ પર દરોડા પાડીને 15.743 કિલો કેટામાઇન અને રૂ. 58,31500ની કિંમતની પ્રતિબંધિત દવાની 23,410 સ્ટ્રીપ્સ જપ્ત કરી છે. સાથે પોલીસે બે આરોપીઓની ધરપકડ પણ કરી છે.
બે આરોપીઓની ધરપકડ
મુંબઈ પોલીસના એક્સટોર્શન સેલને ગુપ્ત બાતમી મળી હતી કે અંધેરીમાં ડ્રગ્સ સપ્લાય કરવામાં આવે છે. માહિતીની પુષ્ટી થયા બાદ ખંડણી સેલે કાર્યવાહી કરી હતી. આ દરમિયાન બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમની પાસેથી 15 કિલો 743 ગ્રામ કેટામાઈન નામનો ડ્રગ્સ મળી આવ્યો હતો. જેની કિંમત આઠ કરોડ રૂપિયા આંકવામાં આવી છે.
હવે પોલીસે પકડાયેલા બંને આરોપીઓની પૂછપરછ હાથ ધરી છે. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ ડ્રગ સ્મગલરો આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટનો ભાગ છે. તેઓ મુંબઈમાં ડ્રગ્સ સપ્લાય કરવા આવ્યા હતા. આ કેસમાં પોલીસ હવે અંડરવર્લ્ડની કડીની પણ તપાસ કરી રહી છે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈના બહારના વિસ્તારોમાં ખેડૂતોની લોંગ માર્ચ અટકી, સરકાર તમામ માંગણીઓ સ્વીકારે ત્યાં સુધી રાહ જોવા તૈયાર.