પ્રખ્યાત અભિનેતા રજનીકાંત આજે બપોરે શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) પક્ષના વડા ઉદ્ધવ ઠાકરે અને તેમના પરિવાર સાથે માતોશ્રી ખાતે મુલાકાત કરી હતી. મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી નજીકના ભવિષ્યમાં યોજાવાની છે ત્યારે દક્ષિણના જાણીતા અભિનેતા દ્વારા ઠાકરેની મુલાકાતે રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી છે.
An absolute delight to have Shri Rajnikant ji at Matoshri once again. pic.twitter.com/94MV7m0Rb9
— Aaditya Thackeray (@AUThackeray) March 18, 2023
મીડિયા રિપોર્ટ મુજબ ઠાકરે જૂથનું કહેવું છે કે આ રાજકીય મુલાકાત નથી, માત્ર શુભેચ્છા મુલાકાત છે. આ પહેલા 2008માં રજનીકાંત ફિલ્મ ‘રોબોટ’ના પ્રમોશન માટે મુંબઈ આવ્યા હતા. ત્યારબાદ તેઓ માતોશ્રી ગયા અને બાળાસાહેબને મળ્યા. લગભગ 15 વર્ષ પછી તેઓ માતોશ્રી આવ્યા. રજનીકાંત ઘરે આવ્યા પછી ઠાકરે પરિવાર પણ તેમની સાથે ફોટા પડાવ્યા હતા. આદિત્ય ઠાકરેએ આ ફોટો ટ્વિટર પર શેર કર્યા છે.
આ સમાચાર પણ વાંચો : શું ઉદ્ધવ ઠાકરેને લાગશે વધુ એક ઝટકો, મનસેમાંથી ઠાકરે જૂથમાં આવેલા આ પૂર્વ કોર્પોરેટરો પણ હવે શંકાના દાયરામાં, રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ..
શું દક્ષિણના મતોને અસર થશે?
શિવસેનામાં વિભાજન બાદ ઉદ્ધવ ઠાકરેની સેના અલગ પડી ગઈ છે. ત્યારે નગરપાલિકાની ચૂંટણીમાં દક્ષિણના મતદારોનું સમર્થન મેળવવા ઠાકરે દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આદિત્ય ઠાકરેએ તાજેતરમાં તમિલનાડુના મુખ્યમંત્રી એમ. કે. સ્ટાલિન અને તેમના પુત્ર ઉદયનિધિ સ્ટાલિનને તેમના નિવાસસ્થાને મળ્યા હતા. આ પ્રસંગે તેઓએ રાજનીતિ અને અન્ય બાબતો પર ચર્ચા કરી હતી. જે બાદ દક્ષિણના લોકપ્રિય અભિનેતા રજનીકાંત પણ માતોશ્રી પહોંચી ગયા છે જેને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી છે.
Join Our WhatsApp Community