News Continuous Bureau | Mumbai
મુંબઈવાસીઓ ( Mumbai ) માટે લોકલ ટ્રેન ( AC local ) તેમની લાઈફલાઈન છે… મુંબઈવાસીઓ ( commuters ) સસ્તી અને ઝડપી રીતે ગમે ત્યાં પહોંચવા માટે લોકલ દ્વારા મુસાફરી કરે છે. એ વાત સાચી છે કે એસી લોકલ મુંબઈકરોની મુસાફરીને ( Western line ) સરળ બનાવવા માટે આવી હતી… પરંતુ એસી લોકલમાં પ્રવાસ કરવો પ્રવાસીઓ માટે દુઃસપનું બનતું જઈ રહ્યું છે. કારણ કે ફરી એકવાર એસી લોકલનો દરવાજો નહીં ખુલવાનો બનાવ બન્યો છે.
આ ઘટના બની છે ચર્ચગેટથી વિરારની એસી લોકલમાં… નાલાસોપારા સ્ટેશન આવ્યું હતું. મુસાફરો હંમેશની જેમ સ્ટેશન પર ઉતરવા માટે તૈયાર હતા પણ જ્યારે સ્ટેશન આવ્યું ત્યારે ઓટોમેટિક દરવાજા ખુલ્યા જ નહોતા. જેના કારણે મુસાફરોને સીધા વિરાર ઉતરવું પડ્યું હતું. આ ઘટના બાદ મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
#પ્રવાસીઓ માટે સુવિધા કે દુવિધા.. #એસી લોકલનો દરવાજો ન ખુલતા પ્રવાસીઓની થઈ આવી હાલત. જુઓ #વિડિયો..#mumbai #westernrailway #AClocal #nalasopara #Comutters #newscontunous pic.twitter.com/TjJZBiHanG
— news continuous (@NewsContinuous) January 10, 2023
રોષે ભરાયેલા મુસાફરોએ મોટરમેનને ઘેરી લીધો હતો. એટલું જ નહીં મુંબઈકર નાલાસોપારા સુધી ઉતરી શક્યા ન હતા. જેથી મુસાફરોએ પણ મોટરમેનને કેબીનમાંથી બહાર આવવા દીધો ન હતો. મુસાફરોના રોષને પગલે વિરાર સ્ટેશન પર થોડીવાર માટે વાતાવરણ તંગ બની ગયું હતું. આ વિક્ષેપને કારણે અન્ય લોકલ ટ્રેનોને પણ અસર થઈ હતી. ઘણી ગાડીઓ રોકાઈ હતી. એકંદરે, આ એક એસી લોકલ ટ્રેનથી ઘણા મુંબઈકરોને અસર થઈ હતી. આ ઘટના સોમવારે રાત્રે 11.30 કલાકે બની હતી. રેલવેએ આ ઘટનાની નોંધ લીધી છે અને તપાસના આદેશ આપ્યા છે.
આ સમાચાર પણ વાંચો: ઠાકરે જૂથના નેતા સંજય રાઉત ફરી જેલ ભેગા થશે? હાઈકોર્ટમાં સુનાવણી ‘આ’ તારીખે થશે
સૌથી ખતરનાક બાબત એ છે કે સપ્ટેમ્બર 2022માં અંધેરી અને ભાયંદર વચ્ચે દોડતી એસી લોકલના દરવાજા ખુલી ગયા હતા. નોંધનીય છે કે ચર્ચગેટ અને વિરાર વચ્ચે દોડતી એસી લોકલમાં ઘણી ભીડ હોય છે. જેના કારણે ખીચોખીચ ભરેલી ટ્રેનના કારણે દરવાજા પરનું રબર સરકી જતાં એસીનો દરવાજો ખુલ્લો રહી ગયો હતો.
Join Our WhatsApp Community