News Continuous Bureau | Mumbai
મુંબઈના ( Mumbai ) મુલુંડ ( Mulund ) વિસ્તારમાં આજે વહેલી સવારે એક મોટો અકસ્માત થયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે મુલુંડ વેસ્ટમાં સવારે 5.25 વાગ્યે એક ખાલી ઘરની દિવાલ ( Wall collapse ) બાજુના ઘર પર પડી હતી. આ અકસ્માતમાં 40 વર્ષીય મહિલાનું ( 40-year-old woman ) મૃત્યુ થયું છે. જયારે મહિલાનો પતિ ગંભીર રીતે ઘાયલ થયો છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
આ કપલ મુલુંડ વેસ્ટમાં હનુમાન પાડા ખાતે ચાલીમાં રહેતું હતું. દંપતી જ્યાં રહે છે તેની બાજુમાં આવેલા ખાલી અને જૂના મકાનની જર્જરિત દિવાલ આજે વહેલી સવારે તેમના પર પડી હતી અને બંને દિવાલ નીચે દબાઈ ગયા હતા. ઘટનાની માહિતી મળતાં જ ફાયર બ્રિગેડ, પોલીસ અને BMCના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા, તેઓએ દિવાલ નીચે ફસાયેલા દંપતીને બહાર કાઢ્યા હતા અને તેમને તાત્કાલિક અગ્રવાલ જનરલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યા હતા. જ્યાં મહિલાને મૃત જાહેર કરવામાં આવી. હવે પોલીસે ઘટનાસ્થળે તપાસ હાથ ધરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.
આ સમાચાર પણ વાંચો: પુણેમાં બિહારવાળી થઇ.. શહેરમાં મોડી રાતે બે યુવકોએ હાથમાં ધારદાર હથિયાર લઈને મચાવ્યો આતંક.. જુઓ વિડીયો..