આ શું ભર શિયાળે ચોમાસુ?? અસલ્ફા વિસ્તારના રસ્તાઓ બન્યા નદી, લોકોના ઘરો-દુકાનોમાં ભરાયા પાણી.. જુઓ વિડીયો..

ઘાટકોપરના અસલ્ફા વિસ્તારમાં મોડી રાતે પાણીની પાઈપ લાઈન ફૂટી ગઈ હતી. જેના કારણે અહીં ભરશિયાળામાં પૂરની સ્થિતિ જોવા મળી છે. 72 ઈંચની પાણીની પાઈપ ફાટતાં 400થી વધુ ઘરોમાં પાણી ભરાઈ ગયા છે.

by Dr. Mayur Parikh
Mumbai's Asalpha flooded after pipeline burst

News Continuous Bureau | Mumbai

ઘાટકોપરના ( Mumbai ) અસલ્ફા ( Asalpha ) વિસ્તારમાં મોડી રાતે પાણીની પાઈપ લાઈન ( pipeline burst ) ફૂટી ગઈ હતી. જેના કારણે અહીં ભરશિયાળામાં પૂરની સ્થિતિ જોવા મળી છે. 72 ઈંચની પાણીની પાઈપ ફાટતાં 400થી વધુ ઘરોમાં પાણી ભરાઈ ( flooded  ) ગયા છે. અને આ પાઇપલાઇન તૂટતાં હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે.

આ ઘટના શુક્રવારે (30 ડિસેમ્બર) રાત્રે બની હતી. ઘટના સમયે વિસ્તારના લોકો પોતપોતાના ઘરમાં સૂતા હતા. ધીમે ધીમે આ પાણી તેમના ઘરોમાં પ્રવેશવા લાગ્યું. પાઈપ ફાટ્યાની જાણ લોકોને થઈ ત્યાં સુધીમાં ઘરોમાં પાણી ઘુસી ગયા હતા. એકાએક ઘરમાં ઘુસી ગયેલા પાણીને કારણે લોકો ભયભીત અને મુંઝવણમાં મુકાઈ ગયા હતા.

આ સમાચાર પણ વાંચો:  આજે તારીખ – ૩૧ :૧૨:૨૦૨૨ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ સ્થાનિક લોકોએ કહ્યું કે તરત જ બીએમસી ઓફિસમાં આ અંગે જાણ કરી. આ પછી પણ BMCનો કોઈ અધિકારી કે કર્મચારી ઘટનાસ્થળે નથી પહોંચ્યો. માહિતી મળતાં ફાયર બ્રિગેડની ટીમ પણ પહોંચી હતી, પરંતુ પાઈપમાંથી નીકળતા પાણીનું પ્રેશર એટલું જોરદાર હતું કે તેઓ કંઈ કરી શક્યા ન નહીં.

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment