મુંબઈમાં પહેલી વખત દોડી અંડરગ્રાઉન્ડ મેટ્રો, જુઓ વિડિયો..

Mumbai's first underground railway. Aqua Line 3. MIDC and SEEPZ station.

News Continuous Bureau | Mumbai

મુંબઈ ( Mumbai ) શહેરમાં જમીનની નીચે થી ચાલનારી અંડરગ્રાઉન્ડ મેટ્રો રેલ્વે ( first underground railway ) લગભગ તૈયાર થઈ ચૂકી છે. હવે આ લાઈન પર ટેસ્ટ રન ચાલી રહ્યું છે. દરમિયાન આ ટ્રાયલ રનનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં જોવા મળી રહ્યું છે કે એમએમઆરસીએલના અધિકારીઓ અંડરગ્રાઉન્ડ મેટ્રોના એમઆઇડીસી અને સીપ્ઝ સ્ટેશનનું ( MIDC and SEEPZ station ) નિરીક્ષણ કરી રહ્યા છે. આ ઉપરાંત મુંબઈ મેટ્રો 3 અંદરથી કેવી દેખાય છે તે બતાવવામાં આવ્યું છે.

કહેવામાં આવી રહ્યું છે કે આ અંડરગ્રાઉન્ડ મુંબઈ મેટ્રો લાઈન-3 ને કારણે પર્યાવરણને લાભ થશે. તેમજ ઓટોમેટીક લાઇટ કંટ્રોલ ફીચરને કારણે વીજળીની બચત પણ થશે. આ અંડરગ્રાઉન્ડ મેટ્રો ટ્રેન કોલાબા થી બાંદ્રા અને સીપ્ઝ સુધી ચાલવાની છે.

આ સમાચાર પણ વાંચો:  મુંબઈ શહેર રાષ્ટ્રભક્તિના રંગે રંગાયુ, અલગ અલગ જગ્યાએ સરકારી ઇમારતો તિરંગાના રંગમાં રંગાઈ.. જુઓ સુંદર તસવીરો