ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.
મુંબઈ, 23 એપ્રિલ 2021.
શુક્રવાર.
મહારાષ્ટ્રમાં સંસ્કૃત માટે ના પાઠ્યપુસ્તકો તૈયાર કરતા સંસ્કૃતના વિદ્વાન અને સમિતિના અધ્યક્ષ, પંડિત ગુલામ દસ્તાગીર બિરાજદરનું ગુરુવારે બ્રેઈન હેમરેજથી મૃત્યુ થયું હતું. તેઓ 87 વર્ષના હતા.
પંડિત ગુલામ સાંપ્રદાયિકતા અને કોમી સંવાદિતાને પ્રોત્સાહન આપનારા હતા. તેઓને બનારસ હિંદુ યુનિવર્સિટી સાથે બીજી ઘણી સંસ્થાઓમાં સંસ્કૃત વિષય અંગે વિદ્યાર્થીઓને લેક્ચર આપવા માટે પણ આમંત્રિત પણ કરવામાં આવતા હતા. વિશ્વ સંસ્કૃત પરીસ્થાન વારાણસીના ભૂતપૂર્વ જનરલ સેક્રેટરી હોવાને કારણે તેમને ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ડોક્ટર કે.આર. નારાયણન સામે સંસ્કૃત પઠન કરવા માટે પણ આમંત્ર્યા હતા. પંડિત ગુલામ દસ્તાગીર નિવૃત્ત થયા ત્યારે મુંબઈ ખાતે વરલીની એક સ્કૂલમાં સંસ્કૃતના શિક્ષક તરીકે કાર્યરત હતા.
વિશ્વના અનેક દેશો સહિત બાબા નિત્યાનંદે પણ પોતાના ધામમાં ભારતીયોના પ્રવેશ પર રોક લગાવી
વર્ષો પહેલાં મીડિયાને આપેલા એક ઈન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું હતું કે, 'ભાષાનો કોઈ ધર્મ નથી અને તે કોઈ પણ સમુદાયની પોતાની દૈવિક જાગીર નથી. ફક્ત બ્રાહ્મણો જ સંસ્કૃત ભણી શકે એ કથન એટલું જ નિરર્થક છે જેટલું મુસ્લિમ જ ઉર્દુ ભાષા શીખી શકે.'