ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 31 જાન્યુઆરી 2022
સોમવાર
માયાનગરી મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસોથી નવા કોરોના દર્દીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. શહેરમાં નવા નોંધાયેલા કોરોના દર્દીઓની તુલનામાં છેલ્લા કેટલાક દિવસોમાં કોરોના મુક્ત થતાં દર્દીઓની સંખ્યામાં સતત વધારો જોવા મળ્યો છે. આજે પણ મુંબઈમાં 1,160 નવા દર્દીઓ મળી આવ્યા છે અને 2,530 દર્દીઓ કોરોના મુક્ત થયા છે.
મુંબઈ મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ, મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1,160 નવા કેસ આવ્યા તેમજ 10 દર્દીઓના મોત નીપજ્યા છે. મુંબઈમાં નવા કેસ સામે આવ્યા પછી સંક્રમણના કેસ વધીને 1,045,630 થઈ ગયા છે. કોરોનાથી મૃત્યુઆંક વધીને 16,612 થઈ ગયો છે. આ દરમિયાન 2,530 દર્દીઓએ કોરોનાને માત આપી છે. આ સાથે કોરોનામાંથી સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા પણ હવે 10,15,451 પર પહોંચી ગઈ છે. તેથી, હાલમાં મુંબઈનો રિકવરી રેટ 97 ટકા છે.
મુંબઈમાં ગુરુવારે 46,307 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 1,160 નવા નિદાન થયેલા દર્દીઓમાંથી 160 હોસ્પિટલમાં છે અને અન્ય ઘરેથી સારવાર લઈ રહ્યા છે. આજે મળી આવેલા નવા દર્દીઓમાંથી 1,009 દર્દીઓમાં કોઈ લક્ષણો જ નહોતા. 37 હજાર 573 બેડમાંથી માત્ર 2,268 બેડ નો ઉપયોગ થયો છે.
શહેરમાં 8 બિલ્ડીંગને સીલ કરાઈ છે. ત્યાં પાંચ અને પાંચ કરતાં વધુ કોરોનાના દર્દી છે. હાલ શહેરમાં કોરોનાના 10,797 સક્રિય કેસ છે. જ્યારે શહેરમાં કોરોનાના દર્દીઓની સંખ્યા બમણી થવાનો સમયગાળો વધીને 375 દિવસ થયો છે.
Join Our WhatsApp Community