News Continuous Bureau | Mumbai
દેશના ઉત્તર છેડે ભારે હિમવર્ષા થઇ રહી છે. આ હિમવર્ષાના કારણે ઉત્તરથી દક્ષિણ તરફ ઠંડા પવનો ઝડપથી ફૂંકાઈ રહ્યા છે. અને ઉત્તર દિશાઓથી પવન ફૂંકાવાના કારણે પારો નીચે ઉતરી રહ્યો છે. મુંબઈવાસીઓને પણ સવારે-સવારે ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગના અનુસાર મુંબઈના સાંતાક્રુઝમાં મંગળવારે સવારે લઘુત્તમ તાપમાન 14.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. આ પહેલા છેલ્લા 6 મહિના શિયાળાના આ વાતાવરણમાં શહેરનું સૌથી ઓછું લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
આ સમાચાર પણ વાંચો: લદ્દાખને લઈને ચિંતિત છે 3 ઈડિયટ્સના રિયલ ‘ફુંસુક વાંગડુ’, પીએમ મોદીને પત્ર લખી કરી આ અપીલ
દરમિયાન આગામી દિવસોમાં તાપમાનનો પારો વધુ ગગડવાની સંભાવના છે. તેમજ હવામાન વિભાગે આગાહી કરી છે કે આ સિઝનમાં નવું નીચું તાપમાન નોંધાઈ શકે છે. મહત્વનું છે કે મુંબઈ શહેરમાં ગુરૂવારની જેમ બુધવારેનો દિવસ પણ ઠંડો રહ્યો હતો, સતત તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. બુધવારે લઘુત્તમ તાપમાન 15.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે ગુરૂવારે 15.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.