News Continuous Bureau | Mumbai
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે મુંબઈના પ્રવાસે હતા. આ પ્રવાસ દરમિયાન તેમણે વધુ બે વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી દેખાડી. પીએમ મોદીએ મુંબઈગરાઓ માટે બે નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને રવાના કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવાના કરાવેલી આ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસ મુંબઈ-સોલાપુર વંદે ભારત એક્સપ્રેસ અને મુંબઈ-સોલાપુર વંદે ભારત એક્સપ્રેસ છે.
वंदे भारत…@narendramodi @Dev_Fadnavis @BJP4Mumbai #MahaWithModi pic.twitter.com/hKy8szUTS8
— Yogesh Sagar (@Yogeshsagar09) February 10, 2023
આ દરમિયાન એક વીડિયો સામે આવ્યો છે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્કૂલના કેટલાક બાળકો સાથે વાત કરી રહ્યા છે. પીએમ મોદીએ બે વંદે ભારત ટ્રેનને લોન્ચ કરતાં એક સ્કૂલ ગર્લનું ગીત સાંભળ્યું હતું અને તાળીઓ પાડીને તેના ગીતને વખાણ્યું હતું.
આ સમાચાર પણ વાંચો : કહેવાય છે કે એક ફોટો એક હજાર શબ્દની ગરજ સારે છે… વડાપ્રધાનની મુંબઈ મુલાકાત દરમિયાન સૌથી લોકપ્રિય ફોટોગ્રાફ. તમે પણ જુઓ તે ફોટો