News Continuous Bureau | Mumbai
મુંબઈ શહેર નજીક આવેલા મીરા રોડ વિસ્તારમાં શહેરવાસીઓની સવાર ભીની રહી. ગત રાત્રે અહીં વરસાદ પડ્યો હતો. કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો છે તે સંદર્ભે હવામાન વિભાગ કે મહાનગરપાલિકા વિભાગ તરફથી સત્તાવાર આંકડા પ્રાપ્ત થયા નથી. ત્યારે મીરારોડમાં રહેનાર અનેક લોકોનું કહેવું છે કે શહેરના અલગ અલગ વિસ્તારમાં છુટા છવાયા ઝાપટા પડ્યા હતા.
હવામાન વિભાગે અંદાજો દર્શાવ્યો છે કે આગામી ચાર દિવસ સુધી મહારાષ્ટ્રના અનેક વિસ્તારમાં વરસાદ પડી શકે છે. ત્યારે મુંબઈ શહેરમાં ગત રાત્રે અનેક વિસ્તારોમાં ઝીણો વરસાદ પડ્યો હતો. બીજી તરફ મીરારોડમાં અનેક વિસ્તારોમાં છુટા છવાયા ઝાપટા પડ્યા હતા.. આવો વરસાદ અપેક્ષિત ન હતો.
આ સમાચાર પણ વાંચો : ગરમી આવી ગઈ- જો આ 5 બાબતોનું ધ્યાન નહીં રાખો તો સ્કીનની હાલત થઈ જશે ખરાબ, સમય પહેલાં તૈયારી કરી લો