News Continuous Bureau | Mumbai
મુંબઈ શહેરમાં રોડ ડીવાઇડર તેમજ રસ્તાના કિનારે લોખંડની રેલિંગ લગાડવામાં આવે છે. આ રેલિંગ લગાડવા પાછળનું કારણ એ છે કે લોકોની સુરક્ષા જળવાઈ રહે. પરંતુ મુંબઈ શહેરમાં ચોરો ની ગેંગ સક્રિય છે જે આવી રેલીંગ ને તોડી નાખે છે અને ભંગારમાં વેચી દે છે. આવો એક વીડિયો વાયરલ થયો છે.
મુંબઈ શહેર ની રેલિંગ ની ચોરી કઈ રીતે થાય છે?
મુંબઈ શહેરમાં રેલિંગ ની ચોરી કઈ રીતે થાય છે તે આ વીડિયોમાં સ્પષ્ટ પણે દેખાય છે. ચોરો એકલતાનો ફાયદો ઉચકીને પથ્થર અથવા પેવર બ્લોક થી રેલિંગ ને ફટકારે છે અને ત્યારબાદ જેવો લોખંડ નો ટુકડો તૂટી જાય કે તે ઉચકી ને ચાલતી પકડે છે.
આ સમાચાર પણ વાંચો: મુંબઈ શહેરની અંડરગ્રાઉન્ડ મેટ્રોનું ટ્રાયલ રન શરૂ થયું, જુઓ પહેલો વિડીયો.
રેલિંગ ની ચોરી ક્યાં થાય છે?
સમગ્ર મુંબઈ શહેરમાં અલગ અલગ જગ્યાએ રેલિંગ ની ચોરી થાય છે. લગભગ આખા મુંબઈ શહેરમાં આવી સમસ્યા છે. મુંબઈ મહાનગરપાલિકા સુશોભિત કરણ પૂરું કરે તેના બીજા દિવસથી જ આવી ચોરી શરૂ થઈ જાય છે. આ એટલી નાની ચોરી છે કે ચોરી કરનાર ને પકડવા પાછળ પોલીસનો વધુ સમય બરબાદ થાય છે. પરંતુ આ ચોરી આખા મુંબઈ શહેરમાં થતી હોવાને કારણે નુકશાનનો આંકડો કરોડો રૂપિયામાં છે.
Two thieves steal arrowheads from the iron fencing at the beginning of the Bandra Reclamation promenade. pic.twitter.com/ON4Nlpwy1q
— Bandra Buzz (@bandrabuzz) June 6, 2022