News Continuous Bureau | Mumbai
મુંબઈ શહેરના મલાડ ( Malad ) વિસ્તારમાં ( SV road ) એક સમયનું આઈકોનીક મકાન હવે ધરાશાયી થયું છે. આ સાથેજ હવે મલાડ એસ.વી. રોડ પહોળો થવાની પ્રક્રીયાને વેગ મળશે. આ મકાન 100 વર્ષથી વધુ જુનુ હોવાને કારણે તે રહેવા લાયક ન રહેતા, મુંબઈ મહાનગરપાલીકાએ ( BMC ) તેને જોખમી ઇમરાત જાહેર કરી હતી. ત્યાર બાદ કાયદેસરની પ્રક્રીયાને અનુસરીને હવે આ ઇમરાત તોડી પાડવામાં આવી છે.
આ ઇમારત એક સમયરે મલાડ વિસ્તાર માટે લેન્ડમાર્ક હતું. પરંતુ બદલાતા સમયની સાથે એસ. વી. રોડના વિકાસને આડે આવ્યુ હોવાથી તે ઇમારત વાહનવ્યવહાર માટે વિલનરુપ બન્યુ. હવે આ ઇમારતના ટૂટવાથી એસ.વી. રોડ પહોળો થઈ શકશે.
SV રોડ પરના જકરિયા રોડનો ખૂણો 90 ફૂટનો રોડ હતો પરંતુ આ આકર્ષક બિલ્ડીંગ જેને જુગલ કિશોર તરીકે પણ ઓળખવામાં આવે છે ની હાજરીને કારણે તે ઘટીને 25 ફૂટ થઈ ગયો હતો, જેના કારણે તે વ્યસ્ત જંકશન પર મોટો ટ્રાફિક જામ રહેતો હતો.
આ સમાચાર પણ વાંચો: અરે વાહ શું વાત છે, દહીસર થી બાંદ્રા ના રુટ પરના નવા મેટ્રો સ્ટેશનની રોનક બદલાઈ. જુઓ ફોટોગ્રાફ અને વીડિયો.
મિલકતના માલિકોને એવી અપેક્ષા છે કે તેઓને અન્ય કોઈ સ્થળે પુનઃવસન કરવામાં આવશે.જેની વિગતો હજુ સ્પષ્ટ નથી. ઇમારત જર્જરિત હાલતમાં હતી અને તેને C1 ખતરનાક શ્રેણી હેઠળ ચિહ્નિત કરવામાં આવી હતી. એમએમસી એક્ટની કલમ 354 હેઠળ જારી કરાયેલી BMC નોટિસને પડકારતી તેમની અરજી બોમ્બે હાઈકોર્ટે ફગાવી દીધા બાદ બિલ્ડિંગમાં આવેલા લગભગ 17 પરિવારો અને 19 કોમર્શિયલ ટેનામેન્ટ ખાલી થઈ ગયા હતા.
Join Our WhatsApp Community