News Continuous Bureau | Mumbai
પશ્ચિમ ઉપનગર મલાડના ચિંચોલી બંદર બસ સ્ટેન્ડ પર બસમાં ચડતી વખતે એક મુસાફરનો મોબાઈલ ફોન ચોરી થવાની ઘટના સામે આવી છે. જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
#મલાડ લીંક રોડ પર સાંજ પડે #બસમાં ચઢતા લોકોના #મોબાઈલની #ચોરી કરતો કેમેરામાં કેદ? એક #વિડીયો થયો વાયરલ. #પોલીસમાં ફરિયાદ નોંધાઈ…#malad #mobile #theft #viralvideo #newscontinuous pic.twitter.com/V1B3UMKOFn
— news continuous (@NewsContinuous) February 20, 2023
આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે રાતે મુસાફરો બસ સ્ટોપ પરથી બસમાં ચઢવા લાગે છે. ત્યારે પાછળ ઉભેલા શંકાસ્પદ શખ્સે મુસાફરનો મોબાઈલ ફોન ચોરી લીધો. આ ઘટનાનો વિડીયો બસ સ્ટોપ પર ઉભા રહેલા અન્ય એક મુસાફરે તેના મોબાઈલમાં કાઢી લીધો હતો. અને સોશિયલ મીડિયા પર ચડાવી દીધો હતો. જે હવે વાયરલ થઈ રહ્યો છે.
આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ વિડીયો વાયુવેગે વાયરલ થતા પોલીસ પણ હરકતમાં આવી ગઈ છે.
આ સમાચાર પણ વાંચો : કડીના લગ્નમાં નોટોનો વરસાદ, આકાશમાં ઉડતી 500ની નોટો લૂંટવા લોકોએ કરી પડાપડી, જુઓ વીડિયો
Join Our WhatsApp Community