News Continuous Bureau | Mumbai
Mumbai news : ઘાટકોપરના અસલ્ફા વિસ્તારમાં 72 ઈંચની પાણીની પાઈપ લાઈન ફાટવાની ઘટના સામે આવી છે. પાઈપલાઈન ફાટવાને કારણે આ વિસ્તારમાં પાણીનો જોરદાર પ્રવાહ જોવા મળી રહ્યો છે. પાઈપલાઈન ફાટતા રસ્તાએ નદીનું સ્વરૂપ ધારણ કર્યું છે. ઘણી દુકાનો અને ઘરોમાં પાણી ઘુસી ગયું છે. સાથે જ લાખો લીટર પાણીનો વેડફાટ થયો હોવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે..
રાત્રે અચાનક ઘરમાં પાણી આવી જતાં લોકો ભયભીત થઈ ગયા..
પ્રાપ્ત જાણકારી મુજબ આ પાઈપલાઈન 30 ડિસેમ્બરની રાત્રે અચાનક ફાટી ગઈ હતી. જ્યારે લોકો તેમના ઘરમાં સૂઈ રહ્યા હતા. આ લાઈન માંથી પાણી એટલી ઝડપે બહાર આવ્યું કે અનેક ઘરો, દુકાનો અને રસ્તાઓ ડૂબી ગયા. ઘરમાં અચાનક પાણી આવવાથી લોકો ભયભીત, મૂંઝવણમાં મૂકાયા હતા. આ પાણીનું દબાણ એટલું જોરદાર છે કે તે લગભગ 10 ફૂટ સુધી ઊછળી રહ્યું હતું.
આ સમાચાર પણ વાંચો: ડિસેમ્બરના અંતિમ દિવસોમાં લીલા શાકભાજીના જથ્થાબંધ અને રિટેઈલના ભાવમાં થયો ઘટાડો
મ્યુનિસિપલ અધિકારીઓ ગેરહાજર
મધરાતે 2 થી 2.30 વાગ્યે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનને જાણ કરવામાં આવી હતી કે પાણીની પાઈપલાઈન ફાટી ગઈ છે. પરંતુ સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે પાલિકાના અધિકારીઓ હાજર નથી. દરમિયાન આ પાણીના પ્રવાહની ગતિ હજુ ધીમી પડી નથી.
મહત્વનું છે કે ઘાટકોપરના અસલ્ફા વિસ્તારમાં આવેલી આ પાઈપલાઈન લગભગ બ્રિટિશ યુગની પાઈપલાઈન છે. આ પાઈપલાઈન 72 ઈંચ જાડી છે. આ પાઈપલાઈન ખૂબ જ જર્જરિત છે, જેના કારણે અવારનવાર પાઈપલાઈન ફાટવાના બનાવો બને છે. આ પહેલા પણ પાણીની લાઈન ફાટી ગઈ હતી અને ઘરો ધરાશાયી થયા હતા. હાલમાં પણ આ પાણીની લાઈન ફાટવાને કારણે મોટુ નુકશાન થયુ હોવાનું જાણવા મળે છે.
આ સમાચાર પણ વાંચો: મુંબઈના આ વિસ્તારમાં ધસી પડી જૂના મકાનની જર્જરિત દીવાલ.. ઘટનામાં એક મહિલાનું નીપજ્યું મોત..
Join Our WhatsApp Community