News Continuous Bureau | Mumbai
મુંબઈ લોકલ ( Mumbai Local ) મુંબઈવાસીઓની લાઈફ લાઈન ગણાય છે. પરંતુ રવિવારના દિવસે કેટલાક મેઇન્ટેનન્સ ના કામ માટે પેસેન્જર સર્વિસમાંથી થોડો સમય માટે બ્રેક લે છે. જો કે, આ રવિવારે એટલે કે રવિવાર 06 ફેબ્રુઆરીએ, મુંબઈ લોકલની પશ્ચિમ રેલ્વે લાઈન પર જમ્બો બ્લોક રહેશે. તેથી, જો તમે આ સપ્તાહના અંતમાં બહાર જવાનું વિચારી રહ્યા છો, તો ટ્રેનનું સમયપત્રક જોઈને જ બહાર નીકળ જો.
બોરીવલી અને ગોરેગાંવ સ્ટેશનો વચ્ચે જમ્બો બ્લોક
બોરીવલી અને ગોરેગાંવ સ્ટેશનો વચ્ચે પશ્ચિમ રેલવે લાઇન પર સિગ્નલિંગ અને ઓવરહેડ સાધનોની જાળવણી અને સમારકામ માટે રવિવારે (5મી ફેબ્રુઆરી 2023) સવારે 10.35 થી બપોરે 3.35 વાગ્યા સુધી અપ અને ડાઉન ધીમી લાઇન પર પાંચ કલાકનો જમ્બો બ્લોક લેવામાં આવશે. પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે એક પ્રેસ રિલીઝ દ્વારા આ માહિતી આપી છે.
આ સમાચાર પણ વાંચો : ફાઇનલ થયો લહેંગો, જેસલમેર નો બુક થયો પેલેસ બધું જ સેટ…જાણો ક્યારે લગ્નના બંધનમાં બંધાશે કિયારા-સિદ્ધાર્થ
ટ્રેનોને થશે અસર
બ્લોક સમયગાળા દરમિયાન તમામ અપ અને ડાઉન રૂટ પર ધીમી ટ્રેનો બોરીવલી અને ગોરેગાંવ વચ્ચેના ફાસ્ટ રૂટ પર ચલાવવામાં આવશે. બ્લોકને કારણે કેટલીક અપ અને ડાઉન ઉપનગરીય ટ્રેનો રદ કરવામાં આવી છે. કેટલીક બોરીવલી લોકલ ગોરેગાંવ સ્ટેશન સુધી ચલાવવામાં આવશે. બ્લોકના સમયગાળા દરમિયાન બોરીવલી ખાતે પ્લેટફોર્મ નંબર 1, 2, 3 અને 4માંથી કોઈપણ લોકલ ટ્રેન આવશે નહીં કે ઉપડશે નહીં.
Join Our WhatsApp Community