News Continuous Bureau | Mumbai
દેશમાં ડ્રગ્સની દાણચોરી કરવાનો પાકિસ્તાનનો પ્રયાસ નિષ્ફળ બનાવી દીધો. પંજાબના ફાઝિલ્કા નજીક ભારત-પાકિસ્તાન બોર્ડર પર હેરોઈનનો મોટો જથ્થો ઝડપાયો છે. માદક દ્રવ્યોની દાણચોરી સામે મોટી કાર્યવાહી કરતા, ફાઝિલ્કા પોલીસે 31 કિલો હેરોઈન જપ્ત કર્યું છે. હેરોઈનના કન્સાઈનમેન્ટ સાથે બે લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે.
શુક્રવારે (6 જાન્યુઆરી) ફાઝિલ્કા બોર્ડર પર કેટલાક શંકાસ્પદ લોકો દેખાયા હતા, જે બાદ બોર્ડર પર ફાયરિંગ થયું હતું. સરહદી વિસ્તારના ચક અમીર તરફ કેટલાક શંકાસ્પદ જોવા મળ્યા, જેના પર BSFએ ફાયરિંગ શરૂ કરી દીધું.
55 કરોડના હેરોઈન સાથે બેની ધરપકડ
ભારત-પાકિસ્તાન સરહદ પર હિલચાલ જોયા પછી, BSFએ ગોળીબાર કર્યો અને ફાઝિલ્કા પોલીસે વિસ્તારને સીલ કરી દીધો. જ્યારે ગગનકે ગામ તરફથી આવતી એક કારને પોલીસે અટકાવી વાહનમાં બે પ્લાસ્ટિકની થેલીની તપાસ કરતાં 29 પેકેટમાં 31 કિલો 20 ગ્રામ હેરોઈન મળી આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત 155 કરોડ રૂપિયા જણાવવામાં આવી રહી છે. પોલીસે 2 લોકોની ધરપકડ કરી છે. એક વ્યક્તિ ફાઝિલકાના ચક અમીરા ગામનો રહેવાસી છે જ્યારે બીજો જલાલાબાદના મહાલમ ગામનો છે.
આ સમાચાર પણ વાંચો: ફિલ્મ ડાયરેક્ટર રોહિત શેટ્ટીને શૂટિંગ દરમિયાન થઈ ઈજા, નજીકની હોસ્પિટલમાં કરવામાં આવ્યો દાખલ.. જાણો કેવી છે તેમની તબિયત.
ગયા મહિને પણ થયો હતો પ્રયાસ
પાકિસ્તાન સરહદેથી ભારતમાં ડ્રગ્સની દાણચોરી કરવાનો પ્રયાસ કરતુ જ રહે છે. આ પહેલા ગત વર્ષે 14-15 ડિસેમ્બરની રાત્રે ફાઝિલ્કામાં પાકિસ્તાનથી ડ્રોન દ્વારા માદક દ્રવ્યોનું એક કન્સાઈનમેન્ટ મોકલવામાં આવ્યું હતું. જે જવાનોની તાત્કાલિક કાર્યવાહીના કારણે પકડાયું હતું. બીએસએફના જવાનોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં બારીકે ગામ નજીક હેરોઈનનું શંકાસ્પદ પેકેટ મળી આવ્યું હતું. જવાનોને પેકેટમાંથી 2 કિલો 650 ગ્રામ હેરોઈન મળી આવ્યું હતું. એક વ્યક્તિની ધરપકડ પણ કરવામાં આવી હતી.
Join Our WhatsApp Community