ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 20 સપ્ટેમ્બર, 2021
સોમવાર
કોરોનાની સંભવિત ત્રીજી લહેરનો ખતરો બાળકો ઉપર વધુ હોવાનું કહેવાઈ રહ્યું છે. બાળકો માટે રસીકરણ ક્યારે શરૂ થશે તેની રાહ જોવાઇ રહી છે. ત્યારે સિરમ ઈન્સ્ટીટયુટના સીઈઓ અદાર પુનાવાલા તરફથી એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે.
આગામી વર્ષના જાન્યુઆરી-ફેબ્રુઆરી મહિના સુધીમાં બાળકો માટે રસી ઉપલબ્ધ થશે. હાલમાં ઇન્સ્ટિટ્યૂટના હડપરસરના પ્લાન્ટમાં કોવાવૅક્સની ચકાસણી શરૂ છે. આ બધી પ્રક્રિયા યોગ્ય રીતે પાર પડશે તો પાંચથી છ મહિનામાં બાળકોનું રસીકરણ શરૂ થઈ જશે.આ રસીનું પરીક્ષણ કરવા માટે અનેક સ્વયંસેવકોને રસીના ડોઝ પણ આપવામાં આવ્યા છે.
કાંદિવલીના એક NGOએ શરૂ કરી ઘરે-ઘરે જઈને પ્લાસ્ટિક એકત્રિત કરવાની મોહિમ; જાણો વિગત
કોવાવૅક્સ રસી બાળકો માટે કેટલી સુરક્ષિત છે, તેના પરીક્ષણમાં લઘુત્તમ ત્રણથી ચાર મહિનાનો સમય લાગશે. સિરમ ઇન્સ્ટિટ્યૂટ તબક્કાવાર આ કામ કરી રહ્યું છે.
દેશમાં આ ચોથી રસી છે, જેનું પરીક્ષણ થશે. ૨થી ૧૭ વર્ષની વયના લોકોને રસી આપ્યા બાદ તેમની પ્રતિકારશક્તિ કેવો પ્રતિસાદ આપે છે અને રસી કેટલી સુરક્ષિત છે, તે જોવા માટે ટેસ્ટ થઇ રહી છે. જેમાં દેશના કુલ ૧૦ ઠેકાણેથી ૯૨૦ સ્વયંસેવકને રસી આપવામાં આવી છે.