ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૭ જુલાઈ ૨૦૨૧
બુધવાર
મોદી કેબિનેટના વિસ્તરણ પહેલા સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન, શિક્ષણ મંત્રી નિશંક સહિતના 12 મંત્રીઓએ રાજીનામા આપી દીધા છે. કેબિનેટ વિસ્તરણના ગણતરીના કલાકો પહેલા સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને રાજીનામું આપી દીધું હતું. તેમને ભાજપ સંગઠનમાં ખસેડવામાં આવે તેવી અટકળો ચાલી રહી છે. શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકને પણ મંત્રીમંડળમાંથી પડતા મૂકવામાં આવ્યાં છે. સાથે સાધ્વી નિરંજન જ્યોતિને પણ રાજીનામું આપવાનું જણાવી દેવાયું છે. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તમામ મંત્રીઓના રાજીનામા સ્વીકારી લીધા છે.
આ 12 મંત્રીઓએ આપ્યા રાજીનામા
(1) ડોક્ટર હર્ષવર્ધન
(2) રમેશ પોખરિયાલ નિશંક
(3) સંતોષ ગંગવાર
(4) બાબુલ સુપ્રિયો
(5) રાવ સાહેબ દાનવે પાટીલ
(6) સદાનંદ ગૌડા
(7) રતનલાલ કટારિયા
(8) પ્રતાપ સારંગી
(9) દેબોશ્રી ચૌધરી
(10) થાવરચંદ ગેહલોત
(11) રવિશંકર પ્રસાદ
(12) પ્રકાશ જાવડેકર