ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 17 સપ્ટેમ્બર, 2021
શુક્રવાર
પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે. તેમના દરને નિયંત્રણમાં મૂકવા માટે કેટલાક દિવસથી એને જીએસટીના ઘેરામાં લાવવાની માગણી થઈ રહી છે. મોદી સરકારે આ બાબતે ગંભીરતાથી વિચારવા માટે જીએસટી પરિષદની બેઠકનું આજે આયોજન કર્યું છે. આ મિટિંગ પહેલાં જ મહારાષ્ટ્રના ઉપમુખ્ય પ્રધાન અજિત પવારે વાંધો ઉઠાવ્યો છે.
અજિત પવારે કહ્યું હતું કે પેટ્રોલ-ડીઝલ પર એક જ ટૅક્સ લાગુ કરવાની વાતો થઈ રહી છે, જ્યારે કે રાજ્ય સરકારને સ્ટૅમ્પ ડ્યૂટી, એક્સાઇઝ ડ્યૂટી અને જીએસટીમાંથી રાજસ્વ મળે છે. એથી અમે તેને પૂર્વવત્ રાખવા માગીએ છીએ. પેટ્રોલને જીએસટીના ઘેરામાં લાવીને કેન્દ્ર સરકારે રાજ્ય સરકારના અધિકારોમાં હસ્તક્ષેપ ન કરવો જોઈએ.
લ્યો બોલો ભારતની ૧૦ ટકા ધનિક આખા વ્યક્તિઓ દેશની ૫૦ ટકા સંપત્તિ પર માલિકી ધરાવે છે;જાણો વિગત
એટલું જ નહીં, આ બેઠક વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા પણ થઈ શકે છે, તો લખનઉમાં કેમ યોજાઈ છે? આ બાબતે પણ તેમણે વાંધો ઉઠાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારના આ નિર્ણય બાદ રાજ્ય સરકારો તથા કેન્દ્રશાસિત પ્રદેશોના રાજસ્વને ભારે નુકસાન થશે. આ નુકસાન વિશે બેઠકમાં ચર્ચા થવાની આશા છે. એ પહેલાં જ કેન્દ્રનો વિરોધ શરૂ થઈ ગયો છે.