ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 17 સપ્ટેમ્બર, 2021
શુક્રવાર
ભારત દેશ ગરીબી જેવી મોટી સમસ્યા સામે લડી રહ્યો છે. ધનિકો વધુ ધનિક થઈ રહ્યા છે. એવા સમયમાં હાલમાં ભારતની સંપત્તિ પર માલિકી ધરાવતા લોકોની સંખ્યા બાબતે એક સર્વેક્ષણ થયું છે. એમાં સામે આવ્યું છે કે ૧૦ ટકા સંપત્તિવાનો આખા દેશની ૫૦ ટકા સંપત્તિ પર માલિકી ધરાવે છે, જ્યારે ૫૦ ટકા નિમ્ન વર્ગના લોકો ૧૦ ટકાથી ઓછી સંપત્તિના માલિક છે.
વર્ષ ૨૦૧૯માં જાન્યુઆરીથી ડિસેમ્બર દરમિયાન થયેલા ઑલ ઇન્ડિયા ડેબ્ટ ઍન્ડ ઇન્વેસ્ટમેન્ટ સર્વેમાં આંકડા મળ્યા છે કે દેશના ૧૦ ટકા ધનવાનો શહેરની કુલ સંપત્તિની ૫૫.૭ ટકા સંપત્તિ પર માલિકી ધરાવે છે અને ૫૦.૮ ટકા ગ્રામીણ સંપત્તિના તેઓ માલિકી છે. આ સંપત્તિમાં જમીન, ઇમારતો, લાઇવસ્ટૉક અને વાહનો સહિત કંપનીના શૅર, બૅન્ક અને પોસ્ટ ઑફિસની ડિપોઝિટ વગેરેનો સમાવેશ થાય છે.
કડક અવાજ અને ડેન્જર વિલન એવા અમરીશ પુરીની દીકરી દેખાય છે ખૂબ સુંદર, શું તમે તેના વિશે જાણો છો?
ગ્રામીણ વિસ્તારોમાં કુલ સંપત્તિ ૨૭૪.૫ પાંચ લાખ કરોડ રૂપિયા છે, જેમાંથી ૧૩૯.૧૫ લાખ કરોડની સંપત્તિ પર આ ૧૦ ટકા ધનવાનો માલિકી ધરાવે છે. જ્યારે શહેરી વિસ્તારોમાં ૨૩૮.૧ લાખ કરોડમાંથી ૧૩૬.૫ લાખ કરોડ રૂપિયાની સંપત્તિના આ ધનવાનો માલિક છે.
સર્વે મુજબ ભારતના કેટલાંક રાજ્યોમાં સંપત્તિ બાબતે અસમાનતા વધુ છે. જેમાં દિલ્હી સૌથી મોખરે છે. દિલ્હીના ૧૦ ટકા ધનવાનો ૮૦. ૮ ટકા સંપત્તિના માલિક છે, જ્યારે ગરીબ વર્ગના ૫૦ ટકા લોકો માત્ર ૨.૧ ટકા સંપત્તિના માલિક છે. એની પાછળનું કારણ શહેરની હદ પર વસતાં ગામડાંઓની જમીનના ભાવ વધારે છે એ હોઈ શકે.