ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 સપ્ટેમ્બર, 2021
સોમવાર
દેશવાસીઓ આરક્ષણ સિસ્ટમમાંથી છુટકારો મેળવવા માગે છે, ત્યારે સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસે આરક્ષણનો મુદ્દો કાઢ્યો છે. ન્યાયપાલિકામાં મહિલાઓ માટે ૫૦ ટકા આરક્ષણની માગણીનું સમર્થન ભારતના મુખ્ય ન્યાયાધીશ (સીજેઆઇ) એન. વી. રમણાએ કર્યું છે.
એન. વી. રમણાએ સુપ્રીમ કોર્ટની મહિલા વકીલોને સંબોધિત કરતાં કહ્યું હતું કે દેશની બધી જ લૉ સ્કૂલોમાં મહિલાઓ માટે અમુક ટકા આરક્ષણની માગણીનું હું સમર્થન કરું છું અને આ મહિલાઓનો અધિકાર છે. નીચલી કોર્ટમાં ૩૦ ટકાથી પણ ઓછી મહિલાઓ જજ છે. ઉચ્ચ ન્યાયાલયમાં ૧૧.૫ ટકા મહિલાઓ ન્યાયાધીશ છે. જ્યારે સુપ્રીમ કોર્ટમાં માત્ર ૧૧થી ૧૨ ટકા મહિલાઓ જજ છે. આખા દેશમાં ૧૭ લાખ વકીલ છે, જેમાં ૧૫ ટકા જ મહિલાઓ છે.
પાકિસ્તાનને સદ્બુદ્ધિ સૂઝી : બે ભારતીય અભિનેતાઓનાં ઘરનું સમારકામ થશે
સીજેઆઇએ મુદ્દો ઉઠાવ્યો હતો કે બાર કાઉન્સિલ ઑફ ઇન્ડિયા નૅશનલ કમિટીમાં એક પણ મહિલા પ્રતિનિધિ કેમ નથી? આ બધા મુદ્દાઓમાં તત્કાલ સુધારણાની આવશ્યકતા છે. ઘણા બધા પડકારો એવા છે જે આ સિસ્ટમમાં મહિલા વકીલો માટે અનુકૂળ નથી. જેમ કે મુવ્વકીલોની પ્રાથમિકતા, અસહજ વાતાવરણ, ભરચક કોર્ટ રૂમ, મહિલા વૉશરૂમની અછત, બેસવાની જગ્યા બરાબર ન હોવી જેવા મુદ્દાઓ પણ છે.