ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 8 ઑક્ટોબર, 2021
શુક્રવાર
લદ્દાખ અને લેહમાં ભારત અને ચીન વચ્ચે તણાવ તો છે જ, પણ હવે અરુણાચલ પ્રદેશમાં પણ તણાવ વધી ગયો છે. અરુણાચલ પ્રદેશમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર હિન્દુસ્તાની અને ચીની સૈનિકો સામસામે આવી ગયા હતા. આનાથી બંને બાજુની સેનાઓ વચ્ચે તણાવ વધ્યો હતો. હિન્દુસ્તાની સરહદમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલા 200 ચીની સૈનિકોને હિન્દુસ્તાની સૈનિકોએ રોક્યા હતાં.
ચીની સૈનિકોએ ભારતીય સરહદમાં ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હોવાથી તણાવ વધારે વધી ગયો હતો. આ પછી કમાન્ડર સ્તરે ચર્ચા કરવામાં આવી હતી. તેથી હવે અરુણાચલ પ્રદેશની સરહદ પર શાંતિ છે. ભારત-ચીનમાં લેહ લદ્દાખ છેલ્લા બે વર્ષથી તણાવનું કેન્દ્ર બની રહ્યું છે. અને ભારતીય સેનાના જવાનો ચીનની ઘણી દુષ્ટતાઓનો જવાબ આપી રહ્યા છે.
લેહ લદ્દાખનો તણાવ હવે અરુણાચલ પ્રદેશની સરહદ સુધી પહોંચી ગયો છે. ભારતીય અને ચીની સૈનિકો સરહદ પર પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે બન્નેનો મુકાબલો થયો હતો. તે સમયે ભારતીય સરહદે ઘૂસણખોરી કરતા 200 ચીની સૈનિકોને ભારતીય સૈનિકોએ રોક્યા હતા. જણાવવામાં આવે છે કે તે સમયે તેમની વચ્ચે સંઘર્ષ થયો હતો. જ્યારે-જ્યારે તણાવ વધે છે, ત્યારે-ત્યારે કમાન્ડર સ્તરે ચર્ચા દ્વારા આનો ઉકેલ લાવવામાં આવ્યો છે. હવે સરહદ પર તણાવપૂર્ણ મૌન છે. આ ઘટના ગયા અઠવાડિયે બની હોવાનું જાણવા મળે છે.