ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 8 ઓક્ટોબર, 2021
શુક્રવાર
લોકો વોટ્સએપ ઉપર જાતજાતના ગ્રુપ બનાવે છે. સ્કૂલ-કોલેજ-ઓફિસના મિત્રોનું ગ્રૂપ હોય, પારિવારિક ગ્રૂપ કે પછી સોસાયટી કે બિઝનેસ ગ્રૂપ હોય. તમે ક્યારેય સાંભળ્યું છે કે આત્મહત્યા કઈ રીતે કરી શકાય તેની ચર્ચા કરવા માટે પણ કોઈ ગ્રૂપ હોઈ શકે? બ્રિટનમાં આવું એક ગ્રુપ બન્યું છે. જેણે લોકોમાં ભયનો માહોલ ઉભો કરી દીધો છે. આ ગ્રુપના ચાર લોકોએ આત્મહત્યા કર્યા બાદ પોલીસ પણ ચિંતામાં મુકાઈ છે.
બ્રિટન મીડિયાના અહેવાલ મુજબ પોલીસને એમી સ્પ્રિંગર નામની યુવતી સહિત ત્રણ લોકોની લાશ મળી હતી. તપાસ કર્યા બાદ ખબર પડી કે આ ચારેય જણે એક જ રીતે આત્મહત્યા કરી હતી અને તેઓ સ્યુસાઈડ વોટ્સએપ ગ્રુપના સદસ્ય હતા. જ્યાં બધાએ મળીને આત્મહત્યા કરવાના જુદા જુદા રસ્તાઓ વિશે ચર્ચા કરી હતી. બધી જ આત્મહત્યાઓના તાર જોડાયેલા હોવાનું જોઇને પોલીસ પણ હેરાન છે.
એક કલાકમાં 25 હજાર કાર વેચાઇ : જાણો મેક ઈન ઇન્ડિયાની એ ગાડી વિશે
પોલીસને પ્રાથમિક તપાસમાં ખબર પડી કે લાંબા સમયથી એમી ડિપ્રેશનની શિકાર હતી. વર્ષ 2020માં તે 15 વાર ઘર છોડીને ભાગી ગઈ હતી અને વર્ષ 2021માં 3 વાર નાસી છુટી હતી. તેણે ઘણીવાર પોતાને હાનિ પહોંચાડવાનો પ્રયત્ન પણ કર્યો હતો.
બાળપણમાં એમીના નાનાભાઈના મૃત્યુ થયા બાદ તેના પરિવારની પરિસ્થિતિ બગડી ગઈ હતી. જેથી તે ડિપ્રેશનમાં આવી ગઈ કહેવાય રહ્યું છે. ક પોતાની મોતના કેટલાક અઠવાડિયા પહેલા તેનું સ્વાસ્થ્ય સુધરી ગયું હતું, પરંતુ આ વોટ્સએપ ગ્રુપમાં જોડાયા બાદ ફરી ડિપ્રેશનમાં આવીને આત્મહત્યા કરી નાખી.