ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 2 ફેબ્રુઆરી 2022
બુધવાર.
ભારતમાં કોરોનાના નવા કેસોની સંખ્યામાં થોડો ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં ગઈ કાલના મુકાબલે આજે ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના ના 1 લાખ 61 હજાર 386 નવા કેસ સામે આવ્યા છે અને 1733 લોકોના મૃત્યુ થયા છે. કાલની તુલનામાં આજે 3.4 ટકા કેસ ઓછા થયા છે.
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ચેપનો દૈનિક દર 9.26 ટકા નોંધાયો છે જ્યારે સાપ્તાહિક ચેપ દર 14.15 ટકા નોંધાયો છે. આ રોગમાંથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 3,95,11,307 થઈ ગઈ છે જ્યારે મૃત્યુ દર 1.20 ટકા નોંધાયો છે.
દૈનિક પોઝિટિવિટી રેટ ઘટીને 10 ટકાની નીચે આવી ગયો છે. ત્યારે મૃત્યુઆંક વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના સંક્રમણને કારણે 1,733 દર્દીઓના મોત થયા છે. અત્યાર સુધીમાં આ રોગચાળાના કારણે મૃત્યુઆંક વધીને 4,97,975 પર પહોંચી ગયો છે.
બજેટ ભાષણ માત્ર આટલી મિનિટમાં જ થયું પૂરું, અત્યાર સુધીનું સૌથી ટુંકું બજેટ રજૂ કરાયું
જોકે આ દરમિયાન સક્રિય દર્દીઓની સંખ્યામાં 1,21,456 નો ઘટાડો થયો છે અને હવે 16,21,603 દર્દીઓ આ રોગની સારવાર હેઠળ છે, જે ચેપના કુલ કેસના 4.20 ટકા છે, જ્યારે કોવિડ -19 થી સાજા થતા દર્દીઓનો દર 94.60 ટકા છે.
સંક્રમણના નવા કેસ સાથે હવે રોગચાળાના કુલ કેસોની સંખ્યા વધીને 4,16,30,885 થઈ ગઈ છે. આ દરમિયાન દેશવ્યાપી રસીકરણ ઝુંબેશના ભાગ રૂપે એન્ટી-COVID-19 રસીના 167.29 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે.