ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 25 સપ્ટેમ્બર, 2021
શનિવાર
પ્રખ્યાત સામાજિક કાર્યકર અને મહિલાઓના ઉત્કર્ષ માટે કામ કરનાર કવિયત્રી કમલા ભસીન નું આજે સવારે નિધન થયું છે.
તેઓને થોડા મહિના પહેલા કેન્સર હોવાનું નિદાન થયું હતું. સામાજિક કાર્યકર કવિતા શ્રીવાસ્તવે તેમના મૃત્યુ વિશે માહિતી આપી છે.
ભસીન 1970 ના દાયકાથી ભારત તેમજ અન્ય દક્ષિણ એશિયાના દેશોમાં મહિલા આંદોલનનો અગ્રણી અવાજ રહ્યા છે.
2002 માં, તેમણે નારીવાદી નેટવર્ક 'સંગત' ની સ્થાપના કરી, જે ગ્રામીણ અને આદિવાસી સમુદાયોની વંચિત મહિલાઓ સાથે કામ કરે છે.
તેમણે ઘણી વખત નાટકો, ગીતો અને કલા જેવા બિન-સાહિત્યિક માધ્યમોનો ઉપયોગ કરીને સમાજમાં મહિલાઓના ઉત્થાન માટે કામ કર્યું છે.
ભસીને નારીવાદ અને પિતૃસત્તાને સમજવા માટે ઘણા પુસ્તકો લખ્યા છે, જેમાંથી ઘણાનો 30 થી વધુ ભાષાઓમાં અનુવાદ થયો છે.
ખાર સબવેથી સ્થાનિક લોકો આખરે કંટાળ્યા : હવે ચાલી રહી છે આરપારની લડાઈની તૈયારીઓ; જાણો વિગત
Join Our WhatsApp Community