ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 30 ઑક્ટોબર, 2021
શનિવાર
જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (JNU) સેન્ટર ફોર વુમન સ્ટડીઝ દ્વારા એક ઑનલાઇન વેબિનારનું આયોજન થવાનું હતું. એમાં કાશ્મીરનો મુદ્દો હતો. જમ્મુ અને કાશ્મીરને 'ભારતીય કબજાવાળા કાશ્મીર'ના રૂપે સંબોધન થવાનું હતું. યુનિવર્સિટી પ્રશાસન મુજબ આવાં કેટલાંક આપત્તિજનક તથ્યોની જાણકારી સામે આવી ગયા બાદ પ્રશાસને તરત વેબિનાર અટકાવીને રદ કરવાનો આદેશ આપ્યો હતો. JNUના વાઇસ ચાન્સેલર એમ. જગદીશકુમારે જણાવ્યું હતું કે જ્યારે અમને ખબર પડી કે સેન્ટર ફોર વુમન સ્ટડીઝ દ્વારા શુક્રવારે રાત્રે 8:30 વાગ્યે જેન્ડર રેઝિસ્ટન્સ ઍન્ડ ફ્રેશ ચૅલેન્જીસ in post 2019 કાશ્મીર નામનું એક ઑનલાઇન વેબિનારનું આયોજન થયું હતું, ત્યારે JNU પ્રશાસને તરત જ આદેશ આપીને આ કાર્યક્રમને રદ કરાવ્યો હતો.
JNUના કેટલાક વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ અહીં કાશ્મીરને લઈને થયેલા સંબોધન પર મોટો વાંધો ઉઠાવ્યો હતો. શિક્ષકોએ પ્રશાસનને એની જાણકારી આપી અને વિદ્યાર્થી સંગઠન ABVPએ આવા વેબિનારને ગેરસંવિધાનિક કહ્યું હતું. એમ. જગદીશકુમારે જણાવ્યું હતું કે આયોજનની યોજના બનાવતાં પહેલાં પ્રશાસનની પરવાનગી લેવાઈ નથી. વેબિનારની નોટિસમાં કહેવાયું છે કે આ વાત કાશ્મીરમાં ભારત માટે લિંગ પ્રતિરોધની ઈથનોગ્રાફી પર હતી. આ અત્યંત આપત્તિજનક અને ઉશ્કેરનારો વિષય છે. જે આપણા દેશની સંપ્રભુતા અને ક્ષેત્રીય અખંડતા પર સવાલ ઊભો કરશે.
ગાઝીપુર બૉર્ડર પરથી દિલ્હી પોલીસે હટાવ્યા બૅરિકેડ્સ, ખેડૂતોના નેતા ગભરાયા; ખેડૂતોને કરી આવી અપીલ
કાશ્મીર ભારતનાં ગણરાજ્યોનું અભિન્ન અંગ છે, પરંતુ અહીં ભારતીય અધિકૃત કાશ્મીરના રૂપમાં એનું સંબોધન થઈ રહ્યું છે. જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલયના કેટલાક શિક્ષકોએ કહ્યું હતું કે આવું કરીને JNUને દેશવિરોધી દર્શાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. વેબિનાર રદ થતાં શિક્ષકોએ સંતોષ વ્યક્ત કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે JNUએ આતંકવાદ વિરૂદ્ધ એક વિશેષ કોર્સ પણ તૈયાર કર્યો છે. આ કોર્સ ભારતીય પરિપ્રેક્ષ્યમાં તૈયાર કરવામાં આવ્યો છે. JNUની એકૅડેમિક કાઉન્સિલ અને કાર્યકારી પરિષદે પણ આ કોર્સને મંજૂરી આપી છે.