News Continuous Bureau | Mumbai
યુનીક આઈડેન્ટીફિકેશન ઓથોરિટી ઓફ ઈંડિયા (UIDAI)એ દેશમાં લગભગ 6 લાખ જેટલા આધાર કાર્ડ(Aadhar card) રદ(cancelled) કર્યા હોવાની ચોંકાવનારી માહિતી બહાર આવી છે. કેન્દ્ર સરકારે(Central govt) ચોમાસા અધિવેશનમાં વિરોધ પક્ષના સવાલ પર આ માહિતી જાહેર કરી છે.
આધાર કાર્ડ એ શ્રીમંતથી લઈને ગરીબ લોકોના જીવનનો મહત્વનો ભાગ છે. અત્યંત મહત્વનો દસ્તાવેજ ગણાતા આધાર કાર્ડના ડુપ્લીકેટ કાર્ડ બની રહ્યા હોવાની અનેક ફરિયાદ આવી હતી. તેની સામે પગલાં લેતા આધાર કાર્ડ ઈશ્યુ કરનારી સંસ્થા UIDAIએ દેશભરમાં લગભગ 5,98,999 આધાર કાર્ડ રદ કર્યા છે.
આ સમાચાર પણ વાંચો : ભારતમાં કોરોના ગ્રાફ નીચે આવ્યો- ગત 24 કલાકમાં 14 હજારથી વધુ નવા કેસ આવ્યો સામે- જાણો તાજા આંકડા
જાન્યુઆરી 2022થી સરકારે 11 વેબસાઈટને આધાર કાર્ડ સેવા આપવા પર પ્રતિબંધ મૂક્યો છે. ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈર્ન્ફોમેશન રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખરે લોકસભામાં વિરોધી પક્ષ નેતાના પ્રશ્નનો જવાબ આપતા આ માહિતી આપી હતી.
સરકારના કહેવા મુજબ કોઈ પણ નાગરિકના આધાર કાર્ડની નોંધણી, કોઈપણ બાયોમેટ્રિક(Biometric) માં ફેરફાર કરવાનો અને મોબાઈલ નંબર બદલવાનો અધિકાર માત્ર સરકારને રહેશે. અન્ય કોઈ વેબસાઈટ(Website)ને આ અધિકારી નહીં હોય.