News Continuous Bureau | Mumbai
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પીએમ શેર બહાદુર દેઉબા આજે ભારત નેપાળ વચ્ચે રેલ સેવાનું ઉદ્ધાટન કર્યું છે.
આ રેલ સેવા જયનગર બિહાર અને કુર્થા, જનકપુર (નેપાળ)ની વચ્ચે ચાલશે.
દિલ્હીના હૈદરાબાદ હાઉસથી વીડિયો કોન્ફ્રેંસિંગ દ્વારા બંને નેતાઓએ લીલી ઝંડી આપીને રેલ રવાના કરશે.
ભારત-નેપાલની વચ્ચે આ રેલ પ્રોજેક્ટની કુલ લંબાઈ 69.08 કિમી છે અને બ્રોડ ગેઝ રેલ લાઈન છે. જેને ફર્સ્ટ ફેઝ એટલે કે, જયનગર, બિહાર અને કુર્થા, જનકપુરની લંબાઈ 34.5 કિમી છે. જેનું આજે ઉદ્ધાટન કર્યું છે .
આ રેલ લાઈન પ્રોજેક્ટની 2.95 કિમી લંબાઈ ભારતમાં અને 65.75 નેપાળમાં છે.
સેવાઓ શરૂ થયા બાદગ યાત્રા અત્યંત સરળ બની જશે. સાથે જ વેપારને પણ પ્રોત્સાહન મળશે. પર્ટયન વધશે અને સીમાવર્તી ક્ષેત્રમાં વિકાસને પણ બળ મળશે.
આ સમાચાર પણ વાંચો : બિગ બ્રેકીંગ : PM મોદીને જાનથી મારી નાંખવાની ધમકી મળી, મુંબઈની આ ઈન્વેસ્ટીગેશન એજન્સીને મળ્યો ઈમેલ; સઘન તપાસ શરૂ