ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,18 જાન્યુઆરી 2022
મંગળવાર.
ભારતમાં છેલ્લા બે દિવસથી વૈશ્વિક મહામારી કોરોનાના નવા કેસોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના કુલ 2.38 થી વધારે નવા કેસ સામે આવ્યા છે, જે સોમવારે નોંધાયેલા કેસો કરતા લગભગ 20,071 ઓછા છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 2,38,018 નવા કેસ નોંધાયા છે અને 310 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 1,57,421 દર્દીઓ સાજા થયા છે. સોમવારે નવા કેસ નોંધાયા બાદ દેશમાં સંક્રમિતોની સંખ્યા વધીને 3,73,80,253 થઈ ગઈ છે. દેશમાં હવે લગભગ 17,36,628 સક્રિય કેસ છે અને દૈનિક પોઝિટિવિટી રેટ પણ ઘટીને 14.43 ટકા પર આવી ગયો છે.
દેશમાં અત્યાર સુધીમાં કુલ 3,52,37,461 લોકો ચેપ મુક્ત થયા છે અને કોવિડ-19થી મૃત્યુદર 1.30 ટકા છે, જ્યારે દર્દીઓના સાજા થવાનો રાષ્ટ્રીય દર 94.27 ટકા થયો છે.
કોરોનાના વધતા જતા કેસોની સામે દેશમાં રસીકરણ અભિયાન પણ ઝડપથી ચાલી રહ્યું છે. ભારત પહેલેથી જ 150 કરોડ રસીના ડોઝનો આંકડો પાર કરી ચૂક્યું છે. અત્યાર સુધીમાં દેશભરમાં રસીના 158.04 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.