ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 28 ઑક્ટોબર, 2021
ગુરુવાર
સીમા સુરક્ષા અને મિસાઇલ ટેકનોલોજીના ક્ષેત્રમાં ભારતે વધુ એક સફળતા હાંસલ કરી લીધી છે.
ભારતે ઓરિસ્સાના તટથી દૂર એપીજે અબ્દુલ કલામ દ્વીપ પર સપાટીથી સપાટી પર અટેક કરતી બેલેસ્ટિક મિસાઈલ અગ્નિ 5નું સફળ પરીક્ષણ કર્યું છે.
આ મિસાઈલ 5 હજાર કિલોમીટર અંતર સુધી લક્ષ્યને ભેદવા માટે સક્ષમ છે. એના વ્યાપમાં ચીન અને પાકિસ્તાન સહિત સમગ્ર એશિયા આવી જાય છે.
આ ઉપરાંત અગ્નિ પાંચમાં એમઆઇઆરવી ટેકનિક પણ ખાસ છે. તેના લીધે તેના પર એક જ જગ્યાએ ઘણા શસ્ત્રો લગાવી શકાય છે.
આમ તેના લીધે આ મિસાઇલ એક જ વખતમાં એકસાથે ઘણા લક્ષ્યાંકોને ધ્વસ્ત કરી શકે છે.
જો કે ભારત સરકારે સ્પષ્ટ કર્યું છે કે તેની નીતિ હંમેશા પહેલો હુમલો કરવાની નથી. ભારત પોતાની તાકાત વધારવા માટે પૂરેપૂરુ જોર લગાવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે આ મિસાઇલનું પરીક્ષણ પહેલા ૨૦૨૦માં થવાનું હતું, પરંતુ કોવિડ-૧૯ રોગચાળાના લીધે તે શક્ય બન્યું ન હતું.
મુંબઈગરા માટે આટલા મહિના મહત્વપૂર્ણ, કોરોનાને લઈને મનપા એલર્ટ મોડ પર; પાલિકાએ લોકોને કરી આ અપીલ