ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 9 ઓક્ટોબર, 2021
શનિવાર.
દુનિયાની સર્વશ્રેષ્ઠ ગણાતી 2021 મર્સડીઝ-બેન્ઝ એસ-કાર હવે વધુ સસ્તા દરે ભારતીય ગ્રાહકો માટે બજારમાં ઉપલબ્ધ થવાની છે. હાલમાં મર્સડીઝ-બેન્ઝ ઈન્ડિયાએ પોતાનું જ મેનુફેક્ચરિંગ યુનિટ ભારતમાં લોન્ચ કર્યું છે. હવેથી કારના પુર્જાઓને અહીં જ અસેમ્બલ કરીને કારને બજારમાં વેચવા મૂકવામાં આવવાની છે. તેને કારણે કારના ભાવમાં મોટા પ્રમાણમાં ઘટાડો થશે એવો કંપનીએ દાવો કર્યો છે.
લખીમપુર હિંસાઃ ચૂંટણીચક્રવ્યૂહના રચનાકાર પ્રશાંત કિશોરે કોંગ્રેસ પર સાધ્યું નિશાન, કહી આ વાત
મહારાષ્ટ્રના ચાકનમાં મર્સડીઝ-બેન્ઝ ઈન્ડિયાએ પોતાનું જ મેનુફેકચરિંગ યુનિટ ચાલુ કર્યું છે. તેથી હવે આ કાર ત્યાંના કારખાનામાં બનાવવામાં આવશે. હાલમાં જ કંપનીએ કારના ભાવ પણ જાહેર કર્યા હતા. તે મુજબ એસ-કલાસ એસ350ડીના 1.57 કરોડ રૂપિયા, 350ડી માટે 1.62 કરોડ રૂપિયા રહેશે. આ કારના મોડેલના ભાવમાં લગભગ 50થી 60 લાખનો ઘટાડો જોવા મળ્યો હોવાનું કહેવાય છે.