ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૭ જુલાઈ ૨૦૨૧
બુધવાર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના બીજા કાર્યકાળમાં પ્રથમ વખત કેબિનેટનો વિસ્તાર કરવા જઈ રહ્યાં છે. હવે નવા મંત્રીમંડળનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. કુલ 43 મંત્રીઓએ આજે શપથ લીધા છે. મંત્રીમંડળમાં ઘણા નવા ચહેરાઓનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે, તો કેટલાક મોટા ચેહરાઓને બહાર કરવામાં આવ્યા છે. આ વખતે મંત્રીમંડળમાં જ્યાં યુવાનોને મહત્વ આપવામાં આવી રહ્યુ છે તો બીજી તરફ મહિલાઓની ભાગીદારી પણ વધારવામાં આવી રહી છે.
નવા લિસ્ટ પ્રમાણે કુલ 10 મંત્રીઓને પ્રમોશન આપવામાં આવ્યું છે તો 33 નવા ચહેરાને કેબિનેટમાં તક આપવામાં આવી છે.
1. નારાયણ રાણે
2. સરબાનંદ સોનોવાલ
3. વિરેન્દ્ર કુમાર
4. જ્યોતિરાદિત્ય સિંધિયા
5. રામચંદ્ર સિંગ
6. અશ્વિન વૈશ્નવ
7. પશુપતિ કુમાર પ્રસાદ
8. કિરણ રિજ્જૂ
9. હરદીપ સિંહ પૂરી
10. રાજકુમાર સિંગ
11. મનસુખ માંડવિયા (ગુજરાત)
12. ભુપેન્દ્ર યાદવ
13. પુરષોતમ રુપાલા (ગુજરાત)
14. કિશન રેડ્ડી
15. અનુરાગ ટાકુર
16. પંકજ ચૌધરી
17. અનુપ્રિયા પટેલ
18. ડૉ. સત્યપાલ બેધલ
19. રાજીવ ચંદ્રશેખર
20. શુશ્રી શોભા
21. ભાનુ પ્રતાપ સિંગ વર્મા
22. દર્શના જરદોશ (ગુજરાત)
23. મિનાક્ષી લેખી
24. અનુપમા દેવી
25. એ નારાયણસ્વામી
26. કૌશલ કિશોર
27. અજય ભાટ્ટ
28. બી એલ વર્મા
29. અજય કુમાર
30. દેવુસિંહ ચૌહાણ (ગુજરાત)
31. ભગવંત ખુબા
32. કપીલ મોરેશ્વર પાટિલ
33. પ્રતિમા ભૌમિક
34.ડૉ. સુભાષ સરકાર
35. ડૉ. ભાગવત કિશનરાવ કરાડ
36. ડૉ. રાજકુમાર રંજન સિંહ
37. ડૉ. ભારતી પ્રવિણ પવાર
38. બિશેશ્વર તુડુ
39. શાંતનુ ઠાકુર
40. ડૉ. મહેન્દ્રભાઈ મુંજપરા (ગુજરાત)
41. જ્હોન બરાલા
42. ડૉ. એલ મૃગન
43. નીતિશ પ્રમાણિક
ભાજપે આપ્યો કોંગ્રેસને આ ઝટકો, મુંબઈના આ દિગ્ગજ ઉત્તર ભારતીય નેતા ભાજપમાં સામેલ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા મંત્રી મંડળમાં સાથે બેઠક કરી હતી, પીએમ હાઉસમાં થયેલી આ બેઠકમાં જ્યોતિરાદિત્ય સિંધિયા અને સર્બાનંદ સોનોવાલ પણ સામેલ થયા હતા. મીટિંગમાં વડાપ્રધાન મોદીની સાથે ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નિતિન ગડકરી અને ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બીએલ સંતોષ હાજર હતા.