237
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
ભારતમાં છેલ્લા પાંચ વર્ષમાં કેન્દ્ર સરકારના 600થી વધુ સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક થયા છે.
માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે સરકારના ટ્વિટર હેન્ડલ અને ઈ-મેલ એકાઉન્ટ હેક થવા અંગેના પ્રશ્નના જવાબમાં જણાવ્યુંહતું કે 2017થી અત્યાર સુધીમાં 641 એકાઉન્ટ હેક થયા છે.
2017માં 175 એકાઉન્ટ, 2018માં 114 એકાઉન્ટ, 2019માં 61 એકાઉન્ટ, 2020માં 77 એકાઉન્ટ, 2021માં 186 એકાઉન્ટ અને આ વર્ષે અત્યાર સુધીમાં 28 એકાઉન્ટ હેક થયા છે.
આ માહિતી ભારતીય કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In) દ્વારા ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય (MEITY)ને ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો : INS વિક્રાંત પ્રકરણમાં ભાજપના આ નેતા અને તેના પુત્ર વિરુદ્ધ પોલીસમાં નોંધાયો કેસ.. જાણો વિગતે
You Might Be Interested In