News Continuous Bureau | Mumbai
તપાસ એજેન્સીઓના ગેરઉપયોગને લઈને મહારાષ્ટ્રમાં હાલ જોરદાર રાજકારણ ચાલી રહ્યું છે. એવા મીડિયા હાઉસમાં આવેલા અહેવાલ મુજબ ભાજપના નેતા કિરીટ સોમૈયા અને તેમના પુત્ર નીલ સોમૈયા વિરુદ્ધ મુંબઈના ટ્રોમ્બે પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી નો ગુનો નોંધવામાં આવ્યો છે.
શિવસેનાના સાંસદ સંજય રાઉતે યુદ્ધ જહાજ INS વિક્રાંતને બચાવવા માટે નાગરિકો પાસેથી જમા કરેલા પૈસામાં કરોડો રૂપિયાન કૌભાંડ પિતા-પુત્રએ કર્યો હોવાનો આરોપ કર્યો હતો. વિક્રાંતને તૂટતી બચાવવા માટે નાગરિકો પાસેથી પૈસા જમા કરવામાં આવ્યા હતા. આ રકમ લગભગ 57 કરોડ રૂપિયાની આસપાસ હોવાનું કહેવાય છે. નાગરિકો પાસેથી પૈસા ભેગા કર્યા બાદ તેને મહારાષ્ટ્ર રાજ ભવનમાં ડિપોઝિટ કરવામાં આવ્યા ન હોવાનો પણ કથિત આરોપ કરવામાં આવ્યો છે.
આ સમાચાર પણ વાંચો : શિવસેનાના સાંસદ સંજય રાઉતની બોલતી કોણે કરી બંધ? જાણો વિગતે
સંજય રાઉતના કથિત આરોપ બાદ ભૂતપૂર્વ સૈનિક બબન ભોસલે સહિત અન્ય શિવેસનાના કાર્યકર્તા અને સંજય રાઉતના ભાઈ અને ધારાસભ્ય સુનીલ રાઉત વગેરે બુધવારે આસિસ્ટન્ટ પોલીસ કમિશનર સંજય દરાડેની મુલાકાત લીધી હતી.
ત્યારબાદ છ એપ્રિલના મોડી રાતના બબન ભોસલેએ ટ્રોંમ્બે પોલીસ સ્ટેશનમાં પિતા-પુત્ર વિરુદ્ધ કલમ 420, 406 અને 36 હેઠળ ગુનો નોંધાવ્યો હોવાના અહેવાલ મિડિયામાં હાઉસમાં આવ્યા હતા.
મીડિયા હાઉસમાં અહેવાલમાં કરવામાં આવેલા દાવા મુજબ પોલીસમાં નોંધાયેલી ફરિયાદ બાદ ભાજપના નેતાએ પોતે કોઈ પણ તપાસ માટે તેઓ તૈયાર હોવાનો દાવો કર્યો હોવાનું કહેવાય છે.